Bathinda firing case

Bathinda firing case update: ભટિંડા ફાયરિંગ કેસમાં મોટું અપડેટ; ફાયરિંગ કરનારની થઇ ધરપકડ, જાણો કોણ છે ‘તે’

Bathinda firing case update: આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ભટિંડા મિલિટરી સ્ટેશન ફાયરિંગ કેસને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી

લુધિયાના, 13 એપ્રિલ: Bathinda firing case update: પંજાબના ભટિંડા માં મિલિટરી સ્ટેશનના એક આર્ટિલરી યુનિટમાં બુધવારે ફાયરિંગની સનસનાટીભરી ઘટના બની હતી. આ ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા હતા. મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ કરનાર આરોપી જવાનની પોલીસે ધરપકડ કરી છે.

આરોપી જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ભટિંડા મિલિટરી સ્ટેશન ફાયરિંગ કેસને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. સેના પ્રમુખે રક્ષા મંત્રીને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી હતી.

ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા હતા

ભારતીય સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે જણાવ્યું કે 12 એપ્રિલની સવારે પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર ફાયરિંગમાં આર્ટિલરી યુનિટના ચાર સૈનિકો માર્યા ગયા હતા. સેનાએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના લગભગ સવારે 4.35 વાગે મિલિટરી સ્ટેશનની અંદર બની હતી. આર્ટિલરી યુનિટના ચાર જવાનો માર્યા ગયા હતા.

ભટિંડા એસએસપી ગુલનીત ખુરુનાએ જણાવ્યું હતું કે સંરક્ષણ સંસ્થા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ સમયે કોઈ આતંકવાદી ખતરાની આશંકા નથી. દેશની સૌથી મોટી સંરક્ષણ સંસ્થા હોવાને કારણે, મિલિટરી સ્ટેશન ચંડીગઢ-ફાઝિલ્કા સેક્શન પર નેશનલ હાઇવે-7 પર સ્થિત છે.

આ પણ વાંચો: Distribution of appointment letters: વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલાઓને લગભગ 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો