Mahindra uday kotak

Beef pollutes the earth: ગોમાંસથી પૃથ્વી પર પ્રદૂષણ થાય છેઃ પૃથ્વીને બચાવવા શાકાહાર તરફ વળવાની સલાહ આપી આ ઈન્ડાસ્ટ્રિયાલિસ્ટેઃ જાણો વિગત.

Beef pollutes the earth: રાતના જમણમાં બીફ(ગૌમાંસ) લેવું એટલે 160 કિલોમીટરના વિસ્તારને પ્રદૂષિત કરવા સમાન છે: ઉદય કોટક

અમદાવાદ, ૧૫ નવેમ્બર: Beef pollutes the earth: ગોમાંસને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. હવા પ્રદૂષિત થાય છે. જયારે શાકાહાર ખોરાક આરોગ્યની સાથે જ પૃથ્વી માટે પણ સારું હોવાનું મહિન્દ્રા બેન્કના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ઉદય કોટકે તાજેતરમાં જ કહ્યું હતું. દિવાળી બાદ દિલ્હીમાં જ્યારે પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે

એવા સમયે ઉદય કોટકે આ મુજબની સોશિયલ મિડિયા પર ટ્વીટ કરી છે, જે ચર્ચાનો વિષય બની ગયો છે. કોટક મહિન્દ્રના બેન્કના સીઈઓએ બે વર્ષ પહેલા દશેરના સમયે જે ટવીટ કરી હતી, તેને તેઓએ ફરીથી પોસ્ટ કરી હતી, જેમાં તેમણે ખાવાનું પસંદ કરવાની સ્વતંત્રતા તમામ લોકોને છે. છતાં પૃથ્વી માટે શાકાહાર સારુ હોવાનો તેમણે ટ્વીટમાં દાવો કર્યો હતો.

સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે રાતના જમણમાં બીફ(ગૌમાંસ) લેવું એટલે 160 કિલોમીટરના વિસ્તારને પ્રદૂષિત કરવા સમાન છે.

આ પણ વાંચો…Nonveg ban issue: વેજ-નોનવેજની કોઇ વાત નથી, ટ્રાફિકને નડશે તેવી તમામ લારીઓ હટાવાશે: મુખ્યમંત્રી

Whatsapp Join Banner Guj