Pulwama attack

Black day For india:પુલવામા એટેકને આજે 2 વર્ષ પૂર્ણ, શહીદ થયેલા જવાનોને સલામ

Pulwama attack
pic credit: ANI / twitter

Black day For india:પુલવામા એટેકને આજે 2 વર્ષ પૂર્ણ, શહીદ થયેલા જવાનોને સલામ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ આજે 14 ફેબ્રુઆરીનો દિવસ એટલે કે વેલેન્ટાઇન્સ ડે જેને સૌ કોઇ પ્રેમનો દિવસ ગણે છે. પરંતુ આજથી બે વર્ષ પહેલા આજના દિવસને ‘Black Day’તરીકે જાહેર કર્યો હતો. જી,હાં આજના દિવસે 2019માં દેશમાં થયેલો પુલવામા આતંકી હુમલાની ઘટનામાં આપણાં 40 CRPF ના જવાનો શહીદ થઇ ગયા હતાં.

જેને આજે બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે.14 ફેબ્રુઆરી 2019નો એ દિવસ એવો હતો કે જ્યારે ભારતનો કોઇ નાગરિક એવો નહીં હોય કે જેની આંખમાં આ ઘટના યાદ આવતા આંસુ ના આવ્યા હોય. આ હુમલાને (Black day For india) યાદ કરીને બે વર્ષ બાદ જમ્મુમાં CRPF ના જવાનોએ પોતાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. જમ્મુમાં સીઆરપીએફની 76મી બટાલિયને આ શહીદ જવાનોને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી છે. આ હુમલામાં સીઆરપીએફની 76મી બટાલિયનના 5 જવાનોએ પોતાના પ્રાણ દેશ માટે ત્યજી દીધા.

Whatsapp Join Banner Guj

આ બટાલિયનના સીઆરપીએફના 76મી બટાલિયનના મુખ્યાલયમાં આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓ અને જવાનોએ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ બટાલિયનના સેકન્ડ આ કમાન્ડ અધિકારી કમલ સિસોદિયાએ જણાવ્યું કે, ‘આપણાં બટાલિયનના પાંચ જવાનોએ શહીદી આપી હતી.’

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના (Black day For india) કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા હતાં. આજના જ દિવસે કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના એક ફિદાયીન આતંકી સંગઠને સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો.

જ્યાર બાદ ભારતે PoKમાં સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. આ હુમલા બાદ આતંકીઓની સફાઇ માટે જમ્મુ-કાશ્મીરમાં જવાનોએ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવ્યું. સીઆરપીએફનો એવો દાવો છે કે, આ અભિયાનમાં છેલ્લાં 2 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 375 આતંકીઓને ઠાર કર્યા છે. જે ખરેખર દેશ માટે શહીદ થયેલા જવાનોને સાચી શ્રદ્ધાંજલિ છે.

આ પણ વાંચો…સાવધાન :ઑવરપેરેન્ટિંગ બાળકો ના (Child) માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે