Blast at raipur railway station

Blast at raipur railway station: રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ, CRPFના 6 જવાન ઈજાગ્રસ્ત

Blast at raipur railway station: CRPFની 21મી બટાલિયનના જવાન સ્પેશ્યલ ટ્રેનથી જમ્મુ જઈ રહ્યા હતા ત્યારે ગ્રેનેડ ટ્રેનની બોગીમાં રાખતા જ ફાટી ગયો

રાયપુર, 16 ઓક્ટોબરઃ Blast at raipur railway station: છત્તીસગઢની રાજધાની રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ થવાથી CRPFના 6 જવાન ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ સવારે 6 વાગે થયો હતો. CRPFની 21મી બટાલિયનના જવાન સ્પેશ્યલ ટ્રેનથી જમ્મુ જઈ રહ્યા હતા ત્યારે ગ્રેનેડ ( જે ડમી કારતૂસ બોક્સમાં રાખવામાં આવ્યો હતો) ટ્રેનની બોગીમાં રાખતા જ ફાટી ગયો. સીઆરપીએફના એક હવાલદારની હાલત ગંભીર છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે સીઆરપીએફના ઉચ્ચ અધિકારી પહોંચી ગયા છે.

અગાઉ 17 જૂને સિકંદરાબાદથી દરભંગા જંક્શન પહોંચી સિકંદરાબાદ દરભંગા એક્સપ્રેસના પાર્સલ વેનથી ઉતારવામાં આવેલા રેડીમેડ કપડાના પેકેટમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. ટ્રેન દિવસે 1.18 વાગે પ્લેટફોર્મ નંબર બે પર રોકાઈ. પછી પાર્સલ વેનથી સામાનના પેકેટ ઉતારવામાં આવ્યા. 3.25 વાગે રેડીમેડ કપડાના પેકેટમાંથી એકમાં બ્લાસ્ટ થયો. દરભંગા રેલવે સ્ટેશન પર થયેલા પાર્સલ બ્લાસ્ટનુ પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યુ હતુ.

વર્ષ 2019માં કાનપુરની પાસે કાલિંદી એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો. કાનપુર સેન્ટ્રલથી ચાલીને ભિવાની જનારી કાલિંદી એક્સપ્રેસ બર્રાજપુર સ્ટેશન પર ઉભી હતી. ત્યારે ત્યાં ટોયલેટમાં વિસ્ફોટ થયો. બ્લાસ્ટ(Blast at raipur railway station) થતા જ ભાગદોડ મચી ગઈ હતી

આ પણ વાંચોઃ Assistance for indigenous cow based natural farming: દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે સહાય અરજીની મુદત વધારાઇ, આ રીતે થશે અરજી

Whatsapp Join Banner Guj