Assistance for indigenous cow based natural farming

Assistance for indigenous cow based natural farming: દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે સહાય અરજીની મુદત વધારાઇ, આ રીતે થશે અરજી

Assistance for indigenous cow based natural farming: વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી ૧૯મી ઓક્ટોબર ૨૦૨૧ સુધી મુદ્દતમાં વધારો કરાયો છે.

ગાંધીનગર, 16 ઓક્ટોબરઃAssistance for indigenous cow based natural farming: ભાવનગર જિલ્લા સહિત રાજયમાં દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાયનાં નિભાવ ખર્ચમાં આથક સહાય આપવાં ગત વર્ષથી અમલી યોજના અંતગર્ત જિલ્લાનાં ૪૫૦૦ કરતાં પણ વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોએ પ્રતિ વર્ષ રૃા.૧૦,૮૦૦ ની સહાય મેળવી હતી

વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી ૧૯મી ઓક્ટોબર ૨૦૨૧ સુધી મુદ્દતમાં વધારો કરાયો છે. ગત વર્ષના કે અગાઉ લાભ મળેલ ખેડુતોએ ફરીથી અરજી કરવાની રહેશે નહી. ખેડુત ઓછામાં ઓછી એક એકર જમીનમાં ગાયનાં છાણ, ગૌ મુત્રમાંથી બનાવેલ જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, વાપ્સા તથા અન્ય ઘટકનો ઉપયોગ કરતો હોવો જરૃરી છે તથા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ હોય તેવાં ખાતામાં એક ખેડુતને એક ગાયની મર્યાદામાં સહાય અપાશે. જેમાં વાષક રૃા.૧૦,૮૦૦ની મર્યાદામાં આથક સહાય ચુકવાશે

આ પણ વાંચોઃ World Food Day: જાણો કેમ ઉજવાય છે વિશ્વ ખોરાક દિવસ અને શુ છે તેનુ મહત્વ

અરજદાર ખેડૂતે પ્રિન્ટઆઉટ અરજી સાથે ૭-૧૨ ની નકલ અથવા ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક, દેશી ગાય ધરાવતા હોય તેવો ફોટોગ્રાફ અને બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના ૭ દિવસમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, શામળદાસ ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળ અથવા તાલુકામાં ખેતીવાડી શાખામાં રજુ કરવાની રહેશે

Whatsapp Join Banner Guj