Saurashtra cricketer death

Saurashtra cricketer death: સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરનુ કાર્ડિએક અરેસ્ટથી નિધન, રણજી ચેમ્પિયન ટીમનો હતા ભાગ

Saurashtra cricketer death: અવિ બારોટ સૌરાષ્ટ્ર સિવાય હરિયાણા અને ગુજરાત માટે પણ ક્રિકેટ રમી ચૂક્યા હતા, સાથે જ તેઓ ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમનો ભાગ હતા

અમદાવાદ, 16 ઓક્ટોબરઃ Saurashtra cricketer death: સૌરાષ્ટ્રના બેટ્સમેન અવિ બારોટનુ શુક્રવારે 29 વર્ષની ઉંમરમાં કાર્ડિએક અરેસ્ટના કારણે નિધન થઈ ગયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હવાલાથી આની જાણકારી આપવામાં આવી છે. અવિ બારોટ સૌરાષ્ટ્ર સિવાય હરિયાણા અને ગુજરાત માટે પણ ક્રિકેટ રમી ચૂક્યા હતા, સાથે જ તેઓ ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમનો ભાગ હતા, રણજી ક્રિકેટ ચેમ્પિયન ટીમનો પણ ભાગ હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિવેદન જારી કરીને જણાવ્યુ કે અવિ બારોટના આ નિધનથી દરેક આશ્ચર્યમાં છે અને દુ:ખી છે. 15 ઓક્ટોબર 2021ની સાંજે અવિ બારોટનું કાર્ડિએક અરેસ્ટ આવવાના કારણે નિધન થયુ હતુ.

આ પણ વાંચોઃ Blast at raipur railway station: રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ, CRPFના 6 જવાન ઈજાગ્રસ્ત

અવિ બારોટ એક બેટ્સમેન હતા, જે ઑફબ્રેક બોલિંગ પણ કરતા હતા સાથે જ વિકેટકીપિંગ પણ કરતા હતા. અવિ બારોટે કુલ 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી, જેમાં 1547 રન બનાવ્યા. લગભગ 38 લિસ્ટ એ મેચમાં 1030 રન બનાવ્યા. માત્ર 20 ટી-20 મેચમાં 717 રન બનાવ્યા.

સૌરાષ્ટ્રની ટીમે જ્યારે રણજી ટ્રોફી જીતી હતી ત્યારે અવિ બારોટ તે વિજેતા ટીમનો ભાગ હતા. અવિ બારોટ સૌરાષ્ટ્ર માટે 21 રણજી મેચ, 17 લિસ્ટ એ મેચ, 11 ટી-20 મેચ રમી ચૂક્યા હતા. અવિ બારોટે પોતાની છેલ્લી મેચ આ વર્ષે માર્ચમાં રમી હતી.

Whatsapp Join Banner Guj