Arvind Kejriwal

CBI summons arvind kejriwal: મનીષ સિસોદિયા બાદ CM અરવિંદ કેજરીવાલને CBIનું તેડું, પૂછપરછ માટે હાજર થવાનો આદેશ..

CBI summons arvind kejriwal: અરવિંદ કેજરીવાલને કથિત દિલ્હી લિકર કૌભાંડના સંબંધમાં રવિવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા

નવી દિલ્હી, 15 એપ્રિલ: CBI summons arvind kejriwal: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અરવિંદ કેજરીવાલને કથિત દિલ્હી લિકર કૌભાંડના સંબંધમાં રવિવારે (16 એપ્રિલ) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP)એ તેના પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, તપાસ એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો છે. સીબીઆઈનું કહેવું છે કે પુરાવાના આધારે જ સમન્સ જારી કરવામાં આવ્યા છે.

સીબીઆઈ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની પહેલા જ કરી ચુકી છે ધરપકડ

ઉલ્લેખનીય છે કે, નવી શરાબ નીતિ મામલામાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની પહેલા જ ધરપકડ કરી ચુકી છે. તેમને સીબીઆઈએ 26 ફેબ્રુઆરી ધરપકડ કરી હતી. તેને લઈને આમ આદમી પાર્ટી સતત પ્રહારો કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં નવા રહસ્યો જાણવા માટે સીબીઆઈએ કેજરીવાલને બોલાવ્યા છે.  

આ પણ વાંચો: Saurashtra tamil sangam: રાજકોટમાં વસતા ૨ હજારથી વધુ તમિલિયન પરિવાર કરશે નવા વર્ષની ઉજવણી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો