Chandrayaan 3

Chandrayaan-3 Update: પ્રજ્ઞાન અને વિક્રમને સિગ્નલ નથી મળી રહ્યા, જાણો ISROનું શં કહેવું છે…

Chandrayaan-3 Update: ISRO વારંવાર વિક્રમ અને પ્રજ્ઞાનને સંદેશ મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેનો કોઈ જવાબ નથી મળી રહ્યો

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બરઃ Chandrayaan-3 Update: વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર, જે સૂર્યાસ્ત પછી સ્લીપ મોડમાં ગયા હતા. સૂર્યોદય પછી ફરીથી સક્રિય થવાની અપેક્ષા હતી, પરંતુ છેલ્લા 3 દિવસથી ISRO તેમાં નિષ્ફળ જઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર દિવસ છે, સૂર્ય ચમકી રહ્યો છે. તેથી ISRO વારંવાર વિક્રમ અને પ્રજ્ઞાનને સંદેશ મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેનો કોઈ જવાબ નથી મળી રહ્યો.

આ વિશે ઈસરોએ વિક્રમ અને પ્રજ્ઞાનને ત્યાં સૂર્યાસ્ત સુધી સંદેશ મોકલવાનું નક્કી કર્યું છે. પ્રજ્ઞાન રોવરે 105 મીટર સુધીની મુસાફરી કરી હતી. વિક્રમ લેન્ડરે પણ છલાંગ લગાવી હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી, ઓક્સિજન અને અન્ય તત્વો હાજર છે. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો હતો. અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર ઉતરનાર ભારત ચોથો દેશ હતો.’

સૂર્યોદયના 3 દિવસ પછી પણ તેને કોઈ પ્રતિસાદ મળ્યો નથી

ઇસરોએ ચંદ્ર પર સૂર્યાસ્ત બાદ વિક્રમ અને પ્રજ્ઞાનને સ્લિપ મોડમાં મોકલ્યા હતા. તે પહેલાં, બંનેની બેટરી ચાર્જ કરવામાં આવી હતી અને તેમની સૌર પેનલ્સ સૂર્ય તરફ મૂકવામાં આવી હતી, જેથી સૂર્યના કિરણો સીધા તેમના પર પડે અને તેમને ફરીથી સક્રિય કરે. પરંતુ સૂર્યોદયના 3 દિવસ પછી પણ તેને કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

ઈસરોએ આ મિશન માત્ર 14 દિવસ માટે બનાવ્યું હતું અને 14 દિવસમાં આ મિશનના તમામ ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા હતા. જો વિક્રમ અને પ્રજ્ઞાન ફરીથી કામ કરવાનું શરૂ કરે તો તે બોનસ હશે. પરંતુ હવે એવું થવાની શક્યતા ઓછી જણાય છે.

આ પણ વાંચો… World Culture Festival 2023: વોશિંગ્ટન મધ્યે વૈશ્વિક ઉજવણી….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો