IND VS PAK

Pakistan team will come to India: પાકિસ્તાનની ટીમને મળ્યા ભારતના વિઝા, જાણો ક્યારે આવશે ટીમ…

Pakistan team will come to India: બાબર આઝમની કેપ્ટન્સી ધરાવતી પાકિસ્તાનની ટીમ બુધવારે હૈદરાબાદ પહોંચશે

ખેલ ડેસ્ક, 26 સપ્ટેમ્બરઃ Pakistan team will come to India: વર્લ્ડકપ 2023 શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન, બાબર આઝમની કેપ્ટન્સી ધરાવતી પાકિસ્તાનની ટીમને ભારત સરકાર તરફથી વિઝા મળી ગયા છે. પાકિસ્તાનની સાથે અફઘાનિસ્તાનને પણ વિઝા મળ્યા છે.

ખબર હોય કે, વિઝા મળવામાં મોડું થતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નારાજ હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCમાં ફરિયાદ કરી હતી. પીસીબીએ આઇસીસીને કહ્યું હતું કે, વિઝામાં મોડુ થતા પાકિસ્તાન ટીમની તૈયારીમાં અસર પડી શકે છે.

મહત્ત્વપૂર્ણ છે કે પાકિસ્તાન બુધવારે હૈદરાબાદ પહોંચશે, જ્યાં તે પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ શુક્રવારે રમશે. વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ પોતાની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ વિરૂદ્ધ હૈદરાબાદમાં રમશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ નેધરલેન્ડ વિરૂદ્ધ મેચથી વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. તે બાદ બાબર આઝમની ટીમ પોતાની બીજી વર્લ્ડકપ મેચ શ્રીલંકા સામે રમશે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ 10 ઓક્ટોબરે રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાનનો આમનો-સામનો 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે.

વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ: બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઇસ કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર જમાન, હસન અલી, ઇફ્તિખાર અહેમદ, ઇમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, શાહીન આફ્રિદી, ઉસામા મીર, સઉદ શકીલ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જૂનિયર.

આ પણ વાંચો… Chandrayaan-3 Update: પ્રજ્ઞાન અને વિક્રમને સિગ્નલ નથી મળી રહ્યા, જાણો ISROનું શં કહેવું છે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો