Chandrayaan 3

Chandrayaan-3 Update: ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-3, સોફ્ટ લેન્ડીંગથી બસ એક ડગલું દૂર

Chandrayaan-3 Update: આજે લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવશે

નવી દિલ્હી, 17 ઓગસ્ટઃ Chandrayaan-3 Update: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ જણાવ્યું કે આજે ચંદ્ર પર તેનું ચંદ્રયાન-3 મિશન ફરી એકવાર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. આજે લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવશે.

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટીની ખૂબ નજીક લાવવા માટે તેને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ સાથે, ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણું ચંદ્રયાન-3 નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ તેમની અલગ અલગ મુસાફરી માટે તૈયાર છે.

23 ઓગસ્ટની સાંજે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતારવાની તૈયારી…

સરળ ભાષામાં, ચંદ્રયાનની અંદર બેઠેલા ‘હીરો’ હવે આગળની સફર અલગ કરશે. આ લેન્ડરનું નામ વિક્રમ છે અને તેની અંદર પ્રજ્ઞાન છે. લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ પ્રજ્ઞાન બહાર નીકળી જશે. દેશ અને દુનિયાની નજર તેના પર ટકેલી છે. લેન્ડર 17 ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. ISRO 23 ઓગસ્ટ 2023ની સાંજે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો… Rishi Sunak Visits Ram Katha Of Morari Bapu: મોરારી બાપુની રામકથામાં પહોંચ્યા ઋષિ સુનક, કહ્યું- હિન્દુ તરીકે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો