Raid

Biggest Raid in India: ભારતના ઇતિહાસની સૌથી મોટી રેડ, વાંચો સમગ્ર મામલો…

Biggest Raid in India: ઇન્કમ ટેક્સને રેડ દરમ્યાન 163 કરોડ રોકડા અને 100 કિલો સોનુ મળ્યું

નવી દિલ્હી, 17 ઓગસ્ટઃ Biggest Raid in India: નસીબનો ખેલ ગમે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી નાખતો હોય છે. આવા જ એક કિસ્સામાં બકરી લે-વેચનો ધંધો કરતા તથા પશુપાલન કરનારાના પુત્ર નાગરાજન સેખાદુરઈ પર ઈન્કમટેકસે દરોડો પાડતા 163 કરોડ રૂપિયાની રોકડ તથા 100 કિલો સોનુ મળી આવ્યુ હતું. દેશના ઈતિહાસની આ સૌથી મોટી રેડ ગણવામાં આવે છે. બેસુમાર માત્રામાં રોકડ તથા સોનુ જોઈને આવકવેરા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.

તામિલનાડુનાં વિરૂદુનગરમાં રહેતા નાગરાજનના પિતા બકરી લે-વેચ કરીને ગુજરાન ચલાવતા હતા. ત્યારબાદ સરકારી કોન્ટ્રાકટર બન્યા હતા. પુત્ર નાગરાજને એન્જીનીયર બનીને પિતાનાં કારોબારને વિસ્તારવાનું શરૂ કર્યું હતું. આ દરમ્યાન સ્થાનિક માફીયા અને રાજકીય નેતાઓ સાથે સંબંધો વિકસાવ્યા હતા અને મોટા સરકારી કોન્ટ્રાકટ મળવા લાગ્યા હતા અને ત્રણ મોટી કંપનીઓ સ્થાપી હતી.

કરોડોના ટેન્ડર મળવા લાગ્યા હતા તેને પગલે રાજકીય વિવાદ સાથે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં ફરિયાદ થઈ હતી. ભ્રષ્ટાચારની ફરિયાદને પગલે આવકવેરા વિભાગે દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું. આ વખતે નાગરાજનનાં નિવાસેથી માત્ર 24 લાખની રોકડ જ મળી હતી. પરંતુ અન્ય 10 સ્થળોએ દલ્લો રાખતા હોવાની બાતમીનાં આધારે તપાસ લંબાવાતા કરોડો રૂપિયા મળ્યા હતા.

નાગરાજનનાં સાથીદારો તથા કર્મચારીઓનાં નિવાસે તપાસ દરમ્યાન કુલ 163 કરોડની રોકડ તથા 100 કિલો સોનુ મળી આવ્યું હતું. અનેક કોમ્પ્યુટર હાર્ડડિસ્ક, દસ્તાવેજો સહિત અબજો રૂપિયાનાં વ્યવહારો દર્શાવતાં સાહીખને જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો… Chandrayaan-3 Update: ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-3, સોફ્ટ લેન્ડીંગથી બસ એક ડગલું દૂર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો