Lok Sabha Election 2024 desh ki awaz

ChunavKaParv: ચૂંટણી પંચે આયુષ્યમાન ખુરાનાને સોંપી મોટી જવાબદારી, અભિનેતા કરશે આ કામ- જુઓ વીડિયો

ChunavKaParv: આયુષ્માન ખુરાના યુથ આઈકોનને વોટ ન આપવાના 101 બહાના અને વોટિંગ માટે 1 કારણ જણાવતા જોવા મળે છે

whatsapp banner

મનોરંજન ડેસ્ક, 03 માર્ચઃ ChunavKaParv: આયુષ્માન ખુરાનાને ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના યુવા આઇકોન બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ બાબતને લઈને તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં આયુષ્માન ખુરાના યુથ આઈકોનને વોટ ન આપવાના 101 બહાના અને વોટિંગ માટે 1 કારણ જણાવતા જોવા મળે છે.

આ પણ વાંચો:- Israel’s Airstrike On Syria: ઈઝરાયેલની સિરિયા પર એરસ્ટ્રાઈક, ઈરાની દૂતાવાસ જમીનદોસ્ત- વાંચો વિગત

વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે લોકો વિચારે છે કે જો તેઓ એક પણ વોટ નહીં આપે તો શું થશે. તેઓ કહે છે, ‘મત ન આપવાના 101 બહાના છે, પરંતુ મતદાન કરવા માટે માત્ર એક જ કારણ પૂરતું છે અને તે દેશ અને આપણા ભવિષ્ય માટે આપણી જવાબદારી છે’. હવે આયુષ્માન ખુરાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આયુષ્માને કહ્યું છે કે, ‘દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ભાગ લઈને જાગૃત નાગરિક બનવું જોઈએ. આપણી પાસે એવા નેતાઓને ચૂંટવાની સત્તા છે જે સંસદમાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે, જે આપણી જરૂરિયાતોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક મતની ગણતરી થાય છે અને દરેક મત મહત્વપૂર્ણ છે. આપણા જેવા લોકશાહી દેશમાં મતદાન એ સશક્તિકરણનું પ્રતીક છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો