Cloudburst in Uttarakhand

Cloudburst in Uttarakhand: ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદના કહેર વચ્ચે વાદળ ફાટતા ભારે તબાહી મચી-2 વ્યક્તિના મોત નીપજ્યા

Cloudburst in Uttarakhand: મોટી કુદરતી આફતમાં રાહત બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે

દહેરાદુન, 30 ઓગષ્ટઃ Cloudburst in Uttarakhand: ઉત્તરાખંડમાં એકવાર ફરીથી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે અને પીથોરાગઢ જિલ્લાના ધારચૂલા સ્થિત આંતરીયાળ ગામ જુમ્મામાં વાદળ ફાટવાના કારણે ભારે નુકસાનના અહેવાલ આવી રહ્યા છે.

કહેવાય છે કે આ ઘટનામાં અનેક લોકો ગૂમ થયા છે. આ મોટી કુદરતી આફતમાં રાહત બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Rainy conditions all over gujarat: જન્માષ્ટમીના પ્રસંગે લગભગ સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ

વાદળ ફાટવાના કારણે વિસ્તારમાં અનેક ઘરો જમીન દોસ્ત થયા છે. જ્યારે જુમ્મા ગામની પાસે ભૂસ્ખલનના કારણે 2 લોકોના મોત થયા છે. 5 અન્ય લોકો કાટમાળ હેઠળ દબાયા હોવાના ખબર છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જિલ્લાધિકારી સાથે વાત કરી અને રેસ્ક્યૂ મિશન તેજ કરવાના નિર્દશ આપ્યા છે. 

Whatsapp Join Banner Guj