Coronavirus: દેશના આ રાજ્યોની ગંભીર ચિંતાજનક સ્થિતિ, ગુજરાતનું નામ પણ સામેલ, રાજ્યોને આરટીપીસીઆર દ્વારા ટેસ્ટ કરવાનું અપાયુ સૂચન

Coronavirus

નવી દિલ્હી, 05 એપ્રિલઃ કોરોના(Coronavirus)નો કહેર સમગ્ર દેશમાં વધી રહ્યો છે. દેશના બે રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર અને પંજાબમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેની સ્થિતિ દિવસેને દિવસે વધુ દયનીય બની રહી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે કેબિનેટ સચિવની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે આ બંને રાજ્યો એ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં દૈનિક કેસો(Coronavirus)ની તેમની જૂની ચરમ સંખ્યાથી પણ વધુ કેસ નોંધાયા છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ, છત્તીસગઢ અને ગુજરાત પણ સામેલ છે. 

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં 23 માર્ચ સુધી અંતિમ સાત દિવસમાં દૈનિક કેસની વૃદ્ધિનો દર 3.6 ટકા અને પંજાબમાં 3.2 ટકા નોંધાયો. મહારાષ્ટ્રમાં 31 માર્ચ પહેલાના બે સપ્તાહમાં 4,26,108 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયગાળામાં પંજાબમાં 35,754 કેસ નોંધાયા છે. જ્યારે આ બે સપ્તાહમાં 31 માર્ચ સુધીમાં દેશમાં સંક્રમણના કારણે માર્યા ગયેલા લોકોમાંથી 60 ટકા દર્દીઓના મોત મહારાષ્ટ્ર અને પંજાબમાં જ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 11 રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંડીગઢ, ગુજરાત (Gujarat) , મધ્ય પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને હરિયાણા સંક્રમણના નવા કેસ અને ઉચા મૃત્યુદરના કારણે ‘ગંભીર ચિંતાજનક’ સ્થિતિવાળા રાજ્યોમાં સામેલ છે. આ રાજ્યોમાંથી 14 દિવસોમાં 31 માર્ચ સુધીમાં કોવિડ 19ના 90 ટકા કેસ સામે આવ્યા છે. જ્યારે 90.5 ટકા લોકોના મોત થયા છે. 

ADVT Dental Titanium

આ રાજ્યોને ખાસ કરીને તપાસ વધારવા અને સંક્રમણ (Coronavirus) નો દર પાંચ ટકા કે તેનાથી નીચો સુનિશ્ચિત કરવાનું કહેવાયું છે. રાજ્યોને 70 ટકા તપાસ આરટીપીસીઆર માધ્યથી કરવાનું તથા તપાસના પરિણામ જલદી આપવાની સલાહ અપાઈ છે. આ બાજુ દર્દીઓના મોત રોકવા માટે રાજ્યોને જાહેર અને ખાનગી સ્વાસ્થ્ય દેખભાળ સુવિધાઓને વધુ મજબૂત કરવાની સલાહ અપાઈ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ પાત્ર લોકોને 100 ટકા રસીકરણ સુનિશ્ચિત કરે અને રસીના પૂરતા ડોઝ રાખવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સમન્વય જાળવી રાખવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો…..

chhattisgarh naxals attack: કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક, અમિત શાહે કહ્યું- જવાનોએ લોહી વહાવ્યુ છે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય