high court divorce approved

Court order to present the god in the court: OMG ફિલ્મની નકલ કરવી પડી ભારે, ઇશ્વરને સમન્સ પાઠવતા નીચલી કોર્ટના ચુકાદાની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Court order to present the god in the court: ન્યાયાધીશે મૂર્તિ ચોરના કેસો સાથે કામ પાર પાડી રહેલી કુંબાકોનમ ખાતેની નીચલી કોર્ટની ઝાટકણી કાઢતા સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો

ચેન્નઇ, 08 જાન્યુઆરીઃ Court order to present the god in the court: બોલિવુડમાં આવેલી OMG ફિલ્મમાં અભિનેતા ભગવાન પર કેસ કરે છે. આ ફિલ્મ તો લોકોને ખૂબ જ પસંદ આવી હતી. પણ આવુ ખરેખર જીવનમાં બને તો? પણ આવુ જ કંઇક બન્યુ છે. ચકાસણી માટે ભગવાનને પણ સમન્સ પાઠવવામાં આવી શકે છે, આવું કદાચ ભારતમાં જ બની શકે છે. ચેન્નાઈની કોર્ટે આ પ્રકારના સમન્સ પાઠવતા મદ્રાસ હાઇકોર્ટે તેની બરોબરની ઝાટકણી કાઢી છે. વાસ્તવમાં નીચલી કોર્ટે તિરુપુર જિલ્લાના મંદિરના સત્તાવાળાઓને મૂલાવર (દેવ)ની મૂર્તિ જે ચોરાઈ ગઈ હતી તેની મંદિરમાં વિધિસર ફરીથી વિધિસર સ્થાપના થયા પછી તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટના ન્યાયાધીશ આર સુરેશ કુમારે  નીચલી કોર્ટની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે  જજે વાસ્તવમાં આના બદલે એડવોકેટ કે કમિશનરની પ્રતિમાની ચકાસણી કરવા માટે નિમણૂક કરવી જોઈતી હતી અને તેના તારણોનો અહેવાલ આપવો જોઈતો હતો. 

ન્યાયાધીશે મૂર્તિ ચોરના કેસો સાથે કામ પાર પાડી રહેલી કુંબાકોનમ ખાતેની નીચલી કોર્ટની ઝાટકણી કાઢતા સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે તિરુપુર જિલ્લાના સિવિરિપલાયમ ખાતેના પરમસિવન સ્વામી મંદિર ખાતે મૂર્તિને સંલગ્ન બધી વસ્તુઓ રજૂ કરવામાં આવે. સત્તાવાળાઓ દ્વારા મૂર્તિને તેના સ્થાનેથી ઉઠાવીને કુમ્બાકોનમ કોર્ટમાં રજૂ કરવાના આદેશ સામે ન્યાયાધીશે આ આદેશ આપ્યો હતો. 

આ પણ વાંચોઃ Guidelines for international tourists: આજથી દેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સાત દિવસ ‘હોમ ક્વૉરેન્ટાઈન’ અનિવાર્ય

અરજદારના જણાવ્યા મુજબ પ્રાચીન મંદિરની મૂર્તિ ચોરાઈ ગઈ હતી. પોલીસે પછી આ ચોરાયેલી મૂર્તિ શોધી કાઢી હતી અને કુમ્બાકોનમમાંમૂર્તિ ચોરીના કેસો સાથે ડીલિંગ કરતી ખાસ કોર્ટમાં આ મૂર્તિ રજૂ પણ કરી હતી. તેમા તેની ચકાસણી પણ કરાઈ હતી. તેના પછી આ મૂર્તિ મંદિરના સત્તાવાળાઓને રજૂ કરી હતી અને તે મંદિરમાં વિધિવત પુનઃ સ્થાપિત પણ કરાઈ છે. કુંભાષિકેમ વિધિ પણ થઈ ચૂકી છે. હવે ગામવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો તેની પૂજા કરી રહ્યા છે. હવે આ કેસ સાથે કામ પાર પાડી રહેલા ન્યાયિક અધિકારીએ મૂર્તિને ફરીથી કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

હવે એક વખત તો કોર્ટ સમક્ષ તેની બધી રજૂઆત થઈ ગઈ છે ત્યારે ન્યાયિક અધિકારી દ્વારા ફરીથી મૂર્તિ તેના સ્થાનેથી દૂર કરી કોર્ટમાં રજૂ કરવાના લીધે અરજદાર સહિતના શ્રદ્ધાળુઓની આસ્થાને આંચકો લાગતો હોવાથી તેઓએ તેની સામે વાંધો ઉઠાવતા અરજી કરી છે. ગુરુવારે ન્યાયાધીશે આદેશ આપતા જણાવ્યું હતું કે આ મૂર્તિ તે સ્થાનેથી દૂર નહી કરાય. કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત ચકાસણીના હેતુ માટે ઇશ્વરને સમન્સ ન પાઠવી શકાય. આ કંઈ ફોજદારી કેસ નથી.

Whatsapp Join Banner Guj