crpf women rally

CRPF Women Biker team welcome: સીઆરપીએફની મહિલા બાઈકર્સની ટીમ યશસ્વિનીનું નર્મદા જિલ્લામાં ભવ્ય સ્વાગત

CRPF Women Biker team welcome: કન્યાકુમારીથી પ્રારંભાયેલી મહિલા બાઈકર્સ રેલીને શુભકામનાઓ પાઠવતા નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ

સીઆરપીએફ મહિલાઓની આ ટુકડીનું સાહસ નવા રાષ્ટ્ર નિર્માણને વધુ મજબુત કરશે : ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

રાજપીપલા, 27 ઓક્ટોબર: CRPF Women Biker team welcome: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ સીઆરપીએફ કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સની મહિલા બાઈકર્સની ટુકડી “યશસ્વીની” નું નર્મદા જિલ્લામાં નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

CRPF Women Biker team welcome

બેટી બચાવો, બેટી પઢાવો સહિત મહિલા સશક્તિકરણ અંગે જાગૃતતા ફેલાવતી આ બાઈક રેલીને ધારાસભ્યએ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કન્યાકુમારીથી પ્રારંભાયેલી મહિલા બાઈકર્સ ટીમ યશસ્વિનીને ધારાસભ્ય ડો. દેશમુખ તેમજ નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે.બી.પરમારની ઉપસ્થિતિમાં વ્હાલી દિકરીના હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું.

Extra ST Bus for Diwali:દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ એકસ્ટ્રા બસો દોડાવશે

દેશની પ્રત્યેક મહિલાના સામર્થ્યને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલાના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ થકી મહિલાઓને પગભર બનાવી આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર બન્યું છે. ત્યારે સીઆરપીએફ મહિલા બાઈકર્સની ટીમ દ્વારા મહિલા સશક્તિકરણનો સંદેશો ફેલાવતી આ રેલી મહિલા શક્તિને ચિહ્નિત કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ રમતક્ષેત્રે સિધ્ધી મેળવેલ નર્મદા જિલ્લાની ગૌરવવંતી દિકરીઓને પણ આ પ્રસંગે સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં બિરસા મુંડા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ આદિજાતિ સંસ્કૃતિની ઝાંખીથી પરિચિત કરાવતુ આદિવાસી નૃત્યના પ્રસ્તુત કર્યુ હતુ.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો