Cyclone 2

Cyclone Michaung Alert: ‘મિચોંગ’ તોફાનને લઈને તમિલનાડુમાં હાઈ એલર્ટ, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

Cyclone Michaung Alert: પુડુચેરી-આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો

નવી દિલ્હી, 04 ડિસેમ્બરઃ Cyclone Michaung Alert: દક્ષિણના રાજ્યોમાં હાલમાં નવા તોફાન ‘મિચાઉંગ’નો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડું આજે એટલે કે સોમવારે તમિલનાડુના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ સાથે આ ચક્રવાતી તોફાન પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરી શકે છે.

આ વાવાઝોડાના સંભવિત ખતરાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં લીધા છે. આ જ કારણ છે કે પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે, તેઓ ચક્રવાત ‘મિચોંગ’ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ 144 ટ્રેનો રદ કરી છે.

આ ચક્રવાતી તોફાનના કારણે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે, પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરી. બીજેપી હેડક્વાર્ટર ખાતે ચૂંટણી જીત પરના તેમના સંબોધન દરમિયાન, પીએમએ કહ્યું, “ચક્રવાત ‘મિચોંગ’ પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે.

કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને તેમને મદદ કરી રહી છે. આ પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

IMD અનુસાર, બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા રવિવારે ચક્રવાતી તોફાન ‘મિચોંગ’માં પરિવર્તિત થયું છે. તે ઉત્તર તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સમાંતર આગળ વધશે અને 5 ડિસેમ્બરે બપોરના સમયે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે. આ ચક્રવાતી તોફાનના કારણે 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો… Assembly Election Result: ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીની આ ભવિષ્યવાણી સાચી પડી? પિયુષ ગોયલે શેર કર્યો વીડિયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો