toll

Fake Toll Naka caught in Gujarat: ગુજરાતમાં ઝડપાયું નકલી ટોલનાકુ, વાંચો સમગ્ર મામલો

Fake Toll Naka caught in Gujarat: ટોલનાકા બાબતે ત્રણથી ચાર વખત રજુઆતો કર્યા પછી સફાળા જાગેલા કહેવાતા આધિકારિઓ ટોલનાકે દોડી ગયા હતા

અમદાવાદ, 04 ડિસેમ્બરઃ Fake Toll Naka caught in Gujarat: ગુજરાતમાં નકલી ટોલનાકાનું પર્દાફાશ થયું છે. અહીં વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલ પ્લાઝા પાસે જ કેટલાક માથાભારે શખ્સો પ્રાઇવેટ ટોલનાકું ઉભી કરી લોકો પાસેથી પૈસા પડાવતા હતા.

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર વાંકાનેર શહેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીન વાઈટ હાઉસ નામના બંધ કારખાનામાં રસ્તો કાઢી ખુલ્લેઆમ છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ટોલનાકું ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે.

તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા આ ખાનગી ટોલનાકા બાબતે ત્રણથી ચાર વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર કોઈપણ આધિકારીઓ દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતાં બાબતથી સફાળા જાગેલા કહેવાતા આધિકારિઓ ટોલનાકે દોડી ગયા હતા.

દેખાવની કામગીરી કરતા આ ખાનગી ટોલનાકાને બંધ કરાવ્યું હતું. પરંતુ આ અમલવારી ક્યાં સુધી ચાલશે તે પ્રશ્નાર્થ છે. આ સાથે બાબતે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતા તમામ અધિકારીઓએ પોતાને વાતની ખબર ન હોવાનો રાગ આલાપ્યો હતો. જે વાત સામાન્ય નાગરિકોને પણ ગળે ઉતરે તેમ નથી.

આ પણ વાંચો… Cyclone Michaung Alert: ‘મિચોંગ’ તોફાનને લઈને તમિલનાડુમાં હાઈ એલર્ટ, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો