Cylinder blast in boat

Cylinder blast in boat: પટના ખાતે ગંગા નદીમાં નાવમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 4ના મોત- વાંચો વિગત

Cylinder blast in boat: ઘટનાની સૂચના મળતા જ પોલીસ તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું

પટના, 06 ઓગષ્ટઃ Cylinder blast in boat: બિહારની રાજધાની પટનામાં મોટી દુર્ઘટના બની છે. શનિવારે બપોરે ગંગા નદીમાં વચ્ચે નાવમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે 4 લોકોના મોત થઈ ગયા છે. આ ભયાનક દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. નાવમાં લગભગ 20 લોકો સવાર હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસ તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 

જણાવવામાં આવી રહ્યું છે કે, નાવ દ્વારા ગેરકાયદેસર રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન રેતી પરિવહનમાં લાગેલા લોકો માટે નાવમાં જ જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું. ત્યારે અચાનક ગેસ લીક થવાને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો હતો અને નદીની વચ્ચે જ આગની જ્વાળાઓમાં 4 નાવમાં સવાર લોકોના સળગીને મોત થઈ ગયા છે. 

આ પણ વાંચોઃ Harnaaz Sandhu In Legal Trouble: મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર વિરુદ્ધ આ જાણીતી અભિનેત્રીએ કર્યો કેસ- વાંચો વિગત

માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા મનેર પોલીસ સ્ટેશનના અધ્યક્ષે 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાની પણ ખબર છે. મળતી માહિતી પ્રમાણે રેસ્ક્યુ ટીમે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હજુ ઘાયલોના સત્તાવાર આંકડા સામે નથી આવ્યા.

બિહારમાં તાજેતરમાં જ બ્લાસ્ટની આ બીજી મોટી ઘટના છે. આ અગાઉ ગત 24 જુલાઈના રોજ છપરા જિલ્લાના ખોડાઈબાગ ગામની એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. 

આ પણ વાંચો: Mother killed Daughter: માતાએ 4 વર્ષની દિવ્યાંગ બાળકીને બાલ્કનીમાંથી નીચે ફેંકી, પોલીસે માતાની ધરપકડ કરી- વાંચો વિગત

Gujarati banner 01