Dengue Vaccine

Dengue-Malaria Vaccine: ડેન્ગ્યુ-મેલેરિયાની રસી બનાવશે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, જાણો ક્યારથી બજારમાં થશે ઉપલબ્ધ…

Dengue-Malaria Vaccine: ડેન્ગ્યુની રસી એક વર્ષમાં બનાવવામાં આવશે અને તે મલેરિયા માટે પણ અસરકારક રહેશેઃ સાયરસ પૂનાવાલા

મુંબઈ, 31 ઓગસ્ટઃ Dengue-Malaria Vaccine: કોરોનાની દવા કોવિશિલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં ડેન્ગ્યુની રસી લાવવા જઈ રહી છે. બુધવારે આ માહિતી આપતાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પૂનાવાલાએ કહ્યું કે, ડેન્ગ્યુની રસી એક વર્ષમાં બનાવવામાં આવશે અને તે મલેરિયા માટે પણ અસરકારક રહેશે.

આ સાથે તેમણે કહ્યું કે કન્ની મેલેરિયાની રસી પણ લોન્ચ કરશે. સાયરસે કહ્યું કે મેલેરિયાની રસી માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકામાં પણ મદદરૂપ થશે, જ્યાં સૌથી વધુ કેસ જોવા મળે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક સાયરસ પૂનાવાલાએ માહિતી આપી હતી કે કોરોના સામે અસરકારક કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કર્યા બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના રોગો સામેની રસી સીરમ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવશે.

પૂનાવાલાએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, અમે અત્યાર સુધી ઘણી બધી રસી બનાવી છે. હાલમાં દેશની સાથે સાથે વિશ્વભરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગોનો વ્યાપ વધી રહ્યો છે. તેથી ડેન્ગ્યુ અને મેલેરિયા સામેની રસી હવે સીરમમાંથી તૈયાર કરવામાં આવશે.

શરદ પવારે હવે આરામ કરવો જોઈએઃ સાયરસ

સાયરસ પૂનાવાલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવાર વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું- NCP પ્રમુખ શરદ પવાર ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિત્વ છે. તેમને બે વખત વડાપ્રધાન બનવાની તક મળી; પરંતુ તેઓએ તે સમય જતો કર્યો. તેઓ જનતાની વધુ સારી સેવા કરી શક્યા હોત. મારી જેમ તેઓ વૃદ્ધ થયા છે. તેઓએ આરામ કરવો જોઈએ, પૂનાવાલાએ સલાહ આપી.

આ પણ વાંચો… Allegation on Adani Group: ગૌતમ અદાણી પર આવી વધુ એક મોટી મુસીબત, લાગ્યો આ આરોપ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો