2 drugs making factory found in Gujarat

Drugs worth 200 crores seized from kolkata port: ગુજરાત બાદ કોલકાતા બંદરેથી ઝડપાયું હતું 200 કરોડનું ડ્રગ્સ, ભાજપે TMCના નેતા પર આરોપ

Drugs worth 200 crores seized from kolkata port: કોલકાતા પોર્ટ પરથી 9.3 ટન જેટલા હેવી મેટલ સ્ક્રેપમાં છુપાવેલા 72 પેકેટમાંથી 39.5 કિગ્રા જેટલો નાર્કોટિક પાવડર મળી આવ્યો હતો

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બરઃ Drugs worth 200 crores seized from kolkata port: ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (ATS) અને ડીરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (DRI) ગત સપ્તાહે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને કોલકાતા બંદરેથી આશરે 200 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારે હવે ભાજપે કોલકાતા પોર્ટ ખાતેથી જપ્ત કરવામાં આવેલા 200 કરોડના ડ્રગ્સના તાર પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સાથે જોડ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, કોલકાતા પોર્ટ પરથી 9.3 ટન જેટલા હેવી મેટલ સ્ક્રેપમાં છુપાવેલા 72 પેકેટમાંથી 39.5 કિગ્રા જેટલો નાર્કોટિક પાવડર મળી આવ્યો હતો. 

ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજૂમદારે ગુરૂવારના રોજ એવો આરોપ લગાવ્યો હતો કે, આશરે 40 કિગ્રા હેરોઈનનો સપ્લાય શરીફુલ એન્ટરપ્રાઈઝના નામે કરવામાં આવ્યો. તેના માલિક સંદેશકાલીના રહેવાસી શરીફુલ ઈસ્લામ મુલ્લા છે. શરીફુલ તૃણમૂલના સંદેશખલી બ્લોક 1 અને 2ના અધ્યક્ષ શિબૂ હજરા અને શેખ શાહજહાં સાથે નજીકના સંબંધો ધરાવે છે. 

આ પણ વાંચોઃ SBI Interest Rate Hike: SBI પાસેથી લોન લીધી હોય તો જાણી લો આ મહત્વના સમાચાર, ચૂકવવા પડશે વધારે પૈસા

મજૂમદારે એવો આરોપ લગાવ્યો હતો કે, પોલ્યુશન સર્ટિફિકેટનો હવાલો આપીને ડ્રગને પોર્ટથી લઈ જવામાં ન આવ્યું. જ્યારે શરીફુલના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે તેઓ ત્યાં નહોતા. બની શકે કે તેઓ બાંગ્લાદેશ ભાગી ગયા હોય. મમતા બેનર્જી દાવો કરે છે કે, રાજ્યની CID, CBI કરતા વધુ યોગ્ય છે. જો એવું હોય તો હું ઈચ્છું છું કે, રાજ્ય શરીફુલ ક્યાં છે તે શોધી કાઢે. સંદેશખલીના અધ્યક્ષ જે શરીફુલના નજીકના સંબંધમાં છે તેમણે તાજેતરમાં જ રાજ્યના એક મંત્રી સાથે 17-18 વખત મુલાકાત કરી છે. આ બેઠકો ડ્રગની ખેપ પકડાયા બાદ થઈ હતી. 

વધુમાં જણાવ્યું કે, ટૂંક સમયમાં જ ઈડીને તમામ દસ્તાવેજો સોંપવામાં આવશે. ગુજરાત ATSએ ગત 9 સપ્ટેમ્બરના રોજ કોલકાતા પોર્ટ ખાતેથી 40 કિગ્રા હેરોઈન જપ્ત કર્યું હતું. કથિત રીતે તે દુબઈથી આવ્યું હતું. 

આ પણ વાંચોઃ Fire in BRTS bus: આજે સવારે હેલ્મેટ સર્કલ નજીક BRTS બસમાં આગ લાગી- જુઓ વીડિયો

Gujarati banner 01