ED 11.50 lakhs seized from Sanjay house

ED 11.50 lakhs seized from Sanjay house: સંજય રાઉતના ઘરેથી EDએ જપ્ત કર્યા 11.50 લાખ રૂપિયા, પુછપરછ અને તપાસ ચાલુ

ED 11.50 lakhs seized from Sanjay house: ઈડીના એક મોટા અધિકારીએ જણાવ્યું કે સંજય રાઉત તે પૈસા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી શક્યા નહીં, ત્યારબાદ પૈસાને સીઝ કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે

મુંબઇ, 01 ઓગષ્ટ: ED 11.50 lakhs seized from Sanjay house: ઈડીના અધિકારીઓએ રવિવારે મુંબઈમાં પાત્રા ચાલ ભૂમિ કૌભાંડ મામલામાં શિવસેના નેતા સંજય રાઉતના આવાસ પર દરોડા પાડી તેમને કસ્ટડીમાં લીધા છે. સંજય રાઉડના ઘરેથી ઈડીને 11.5 લાખ રૂપિયા મળ્યા છે. ઈડી શિવસેના નેતા સંજય રાઉત પાસે તે પૈસાની જાણકારી માંગી રહી છે કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. ઈડીના એક મોટા અધિકારીએ જણાવ્યું કે સંજય રાઉત તે પૈસા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી શક્યા નહીં, ત્યારબાદ પૈસાને સીઝ કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે. 

પરંતુ આ વચ્ચે સંજય રાઉતના વકીલે દાવો કર્યો કે તેમને ઈડીએ કસ્ટડીમાં લીધા નથી. સંજય રાઉતના વકીલે કહ્યું કે ઈડીને કેટલાક દસ્તાવેજ જોતા હતા અને અમને ફ્રેશ સમન્સ આપવામાં આવ્યું. તેને લઈને સંજય રાઉત નિવેદન નોંધાવવા ઈડીની ઓફિસે ગયા છે. તેમની ધરપકડ કરવામાં આવી નથી. આ પહેલા આજે સવારે ઈડીએ સંજય રાઉતના આવાસ પર દરોડા પાડ્યા હતા. ઈડીના અધિકારી સવારે સાત કલાકે સંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર પહોંચ્યા હતા. આશરે 9 કલાક સુધી સંજય રાઉતની પૂછપરછ કર્યા બાદ ઇડી અધિકારી તેને સાથે લઈ ગયા હતા. 

પહેલા પણ થઈ હતી પૂછપરછ
ઈડીએ આ વર્ષે 28 જૂને સંજય રાઉતને 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. સંજય રાઉતની એક જુલાઈએ ઈડીએ પૂછપરછ કરી હતી. ત્યારબાદ વધુ બે વખત તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સંજય રાઉતે તપાસમાં સામેલ હોવાનો ઇનકાર કરતા સંસદના ચોમાસુ સત્રનું કારણ દર્શાવ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં ઈડીએ આ મામલાની તપાસ હેઠળ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તે બે સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિને અસ્થાયી રૂપથી ટાંચમાં લીધી હતી.

આ પણ વાંચોઃ Achinta sheuli win gold: વેઈટલિફ્ટિંગમાં અચિંતા શેઉલીએ પણ જીત્યો ગોલ્ડ, ભારતનું રહ્યુ શાનદાર પ્રદર્શન

સંજય રાઉતની પત્ની વર્ષા અને સ્વપ્નાની પાસે અલીબાગમાં એક જમીન હતી જેને તેના સંયુક્ત નામથી ખરીદવામાં આવી હતી. ઈડીને શંકા છે કે સ્વપ્ના પાટકરના અલગ રહેતા પતિ સુજીત પાટકર દ્વારા ધરપકડ કરાયેલા કારોબારી પ્રવીણ રાઉતે પાત્રા ચોલ કૌભાંડથી ડાયવર્ડ કરાયેલા પૈસાથી જમીન ખરીદી હતી. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. 

એપ્રિલમાં ઈડીએ સંજય રાઉતની પત્ની વર્ષાની માલિકીવાળા મુંબઈમાં એક ફ્લેટ અને અલીબાગ ભૂમિને અટેચ કરી હતી. ઈડીએ આરોપ લગાવ્યો કે આ સંપત્તિઓને પ્રવીણ રાઉત દ્વારા ડાયવર્ટ કરાયેલા પૈસાથી ખરીદી હતી. તો સ્વપ્ના પાટકરના પરિસરોમાં હાલના સર્ચ દરમિયાન ઈડીને અલીબાગની જમીનના દસ્તાવેજ મળ્યા હતા. આ પહેલા ઈડીને આપેલા પોતાના નિવેદનમાં સ્વપ્નાએ જણાવ્યું કે તેના નામનો ઉપયોગ જમીન ખરીદવામાં કરવામાં આવ્યો હતો. પરંતુ તેના પર તેનો કોઈ માલિકી અધિકાર નથી અને ભૂમિ પાર્સલની માલિકી સંજય રાઉતના સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ કૌભાંડ 1 હજાર કરોડથી વધુનું છે. 

આ પણ વાંચોઃ first Somvar of shravan month:શ્રાવણના પ્રથમ સોમવારે, શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો

Gujarati banner 01