isudan gadhvi

Electoral bond: ઇલેકટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

Electoral bond: સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ઇલેકટોરલ બોન્ડ ગેરબંધારણીય છે: ઇસુદાન ગઢવી

  • સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેકટોરલ બોન્ડ પર આપવામાં આવેલ ચુકાદાને આમ આદમી પાર્ટી આવકારે છે: ઇસુદાન ગઢવી
  • દરેક નાગરિકને એ જાણવાનો હક છે કે કઈ પાર્ટીને, કયો વ્યક્તિ કે કઈ કંપની, કેટલું ફંડ આપી રહી છે: ઇસુદાન ગઢવી

અમદાવાદ, 15 ફેબ્રુઆરી: Electoral bond: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ઇલેકટોરલ બોન્ડ ગેરબંધારણીય છે. આ ચુકાદાને આમ આદમી પાર્ટી આવકારે છે. આજે દરેક નાગરિકે એ જાણવાનો અધિકાર છે કે કોણે, કઈ પાર્ટીને, કેટલું ફંડ આપ્યું. ઇલેકટોરલ બોન્ડ એ પ્રકારની સિસ્ટમ હતી જેમાં એસબીઆઇ દ્વારા કોણ, કઈ પાર્ટીને, કેટલું ફંડ આપતું હતું, તેની કોઈ માહિતી લોકોને આપવામાં આવતી ન હતી.

આ બોન્ડના કારણે એ જાણવું મુશ્કેલ બની જતું હતું કે સરકાર જે નિર્ણય લઈ રહી છે તે નાગરિકોના હિત માટે છે કે આ બોન્ડ દ્વારા ફંડ આપનાર કોઈ વ્યક્તિના હિત માટે નિર્ણય લઈ રહી છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ બોન્ડને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ ચુકાદો છે કારણ કે દરેક નાગરિકને એ જાણવાનો હક છે કે કઈ પાર્ટીને, કયો વ્યક્તિ કે કઈ કંપની, કેટલું ફંડ આપી રહી છે. આ નિર્ણયને આમ આદમી પાર્ટી સમર્થન આપે છે, કારણ કે નાગરિકોના હિત માટે આ ખૂબ જ ઉત્તમ નિર્ણય છે.

આ પણ વાંચો:- Gurugram Metro Rail: પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીનાં રોજ ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *