flight

Emergency landing of indigo pakistan: સ્પાઈસજેટ બાદ ઇન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનના બંદર શહેર કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ- વાંચો વિગત

Emergency landing of indigo pakistan: પાયલટ દ્વારા વિમાનમાં ટેકનિકલ ખામીની સૂચના મળતા ઈન્ડિગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી

નવી દિલ્હી, 17 જુલાઇઃ Emergency landing of indigo pakistan: આજે વધુ એક ભારતીય ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી સ્થિત એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું છે. ઈન્ડિગોનું આ વિમાન શારજાહથી હૈદરાબાદ આવી રહ્યું હતું. હવામાં જ પાયલટને તકનીકી ખામીનો અહેસાસ થયો હતો. ત્યારબાદ વિમાનને કરાચી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરવામાં આવ્યું હતું. 

પાયલટ દ્વારા વિમાનમાં ટેકનિકલ ખામીની સૂચના મળતા ઈન્ડિગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ પર વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. એરલાઈન કંપની કરાચીમાં એક વિમાન મોકલવાની યોજના બનાવી રહી છે.

ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શારજાહ-હૈદરાબાદ વિમાનના પાયલટને વિમાનમાંમાં ટેકનિકલ ખામી જણાયા બાદ સાવચેતીના પગલા રૂપે વિમાનને પાકિસ્તાનના કરાચી શહેર તરફ રવાના કરવામાં આવ્યું હતું. મુસાફરોને હૈદરાબાદ લાવવા માટે એક વિમાન કરાચી મોકલવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Silver Shivling Found in River: શ્રાવણ મહિના પહેલા આ રાજ્યની નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું

તમને જણાવી દઈએ કે, 2 સપ્તાહમાં કરાચીમાં લેન્ડ થનારી આ બીજી ભારતીય એરલાઈન છે. આ અગાઉ સ્પાઈસજેટની ફ્લાઈટનું લેન્ડિંગ પાકિસ્તાનના આ જ એરપોર્ટ પર કરવું પડ્યું હતું. 

5 જુલાઈના રોજ સ્પાઈસજેટની ફ્લાઈટનું પાકિસ્તાનના બંદર શહેર કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે પ્લેનને કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. સ્પાઈસ જેટનું આ પ્લેન SG-11 દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હતા.

આ પણ વાંચોઃ Beware of fake messages: ફેક મેસેજથી સાવચેત રહેવા ગ્રાહકોને ટોરેન્ટ પાવરે કરી અપીલ- વાંચો વિગત

Gujarati banner 01