Farmers Protest dehli police

Farmers Protest: આંદોલનકારી કિસાન નહીં કરી શકે જન્તર મન્તર પર પ્રદર્શન, દિલ્હી પોલીસે કર્યો ના આપી મંજૂરી

Farmers Protest: શનિવારે કિસાનોની સાથે બેઠક કરતા પોલીસ અધિકારીઓએ કહ્યું કે, સંસદની પાસે પ્રોટેસ્ટ કરવાની પોતાની માંગ પર બીજીવાર વિચાર કરે

નવી દિલ્હી, 18 જુલાઇઃ Farmers Protest: દિલ્હી પોલીસે આંદોલનકારી કિસાનોને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. શનિવારે કિસાનોની સાથે બેઠક કરતા પોલીસ અધિકારીઓએ કહ્યું કે, સંસદની પાસે પ્રોટેસ્ટ કરવાની પોતાની માંગ પર બીજીવાર વિચાર કરે.

કિસાન નેતાઓ સાથે બેઠક કરતા દિલ્હી પોલીસના અધિકારીઓએ તેમને કોરોના મહામારીને લઈને જારી DDMA ગાઇડલાઇનનો હવાલો આપ્યો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, શહેરમાં પોલિટિકલ મેળાવડાની મંજૂરી નથી. તેથી જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી ન આપી શકાય. 

બેઠકમાં કિસાન નેતાઓએ દાવો કર્યો કે 22 જુલાઈથી શરૂ થનાર પ્રદર્શન શાંતિપૂર્ણ હશે અને તેમાં માત્ર 200 લોકો સામેલ થશે. પોલીસ અધિકારીઓએ આ વર્ષે 26 જાન્યુઆરી પર વિભિન્ન વિસ્તારમાં થયેલી હિંસાનો હવાલો આપતા પ્રદર્શનની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, તમે ભલે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા ઈચ્છો છો પરંતુ અસામાજિક તત્વો પ્રદર્શનમાં ઘુસી બબાલ કરે છે. 

મહત્વનું છે કે 26 જાન્યુઆરી પર આંદોલનકારી કિસાનોએ દિલ્હી પોલીસ પાસે ટ્રેક્ટર પરેડની મંજૂરી માંગી હતી. આ પરેડ માટે રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આંદોલનકારી કિસાનો પોલીસની સાથે થયેલી સહમતિ તોડી બીજા રૂટ પર નિકળી પડ્યા હતા અને અનેક જગ્યાએ હિંસા કરી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો: 3 city development plan apurv: વિકાસની દિશામાં CM રૂપાણીનું વધું એક કદમ, આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને સરકારની મંજુરી- વાંચો વિગત