Father carried his daughters body and walked

Father carried his daughter’s body and walked: પિતા દીકરીનો મૃતદેહ ઊંચકી 10 કિમી ચાલ્યા- વાંચો શું છે મામલો?

Father carried his daughter’s body and walked: એમ્બ્યુલન્સની સુવિધા ન મળવાને કારણે પિતાએ પુત્રીના મૃતદેહને ખભા પર મૂકીને વિદાય લીધી

લખનપુર, 26 માર્ચઃ Father carried his daughter’s body and walked: લખનપુર પંથકમાંથી હૃદય હચમચાવી નાખે તેવુ દ્રશ્ય સામે આવ્યું છે. અહીં સારવાર દરમિયાન 7 વર્ષની બાળકીનું મોત થયું હતું. બાળકીને તાવ અને પેટમાં દુખાવો થતો હતો. આ ઘટના લખનપુરની છે. એમ્બ્યુલન્સની સુવિધા ન મળવાને કારણે પિતાએ પુત્રીના મૃતદેહને ખભા પર મૂકીને વિદાય લીધી હતી. જોકે, સ્થાનિક લોકોએ બાઇકની વ્યવસ્થા કરી તેને ઘરે લઇ ગયા હતા. પિતાના ખંભા પર બાળકીના મૃતદેહ જોઈને સૌની આંખો ભરાઈ આવી હતી.

આરોગ્ય પ્રધાન ટીએસ સિંહદેવે આ સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ત્યાર બાદ સંયુક્ત નિયામક આરોગ્યને કાર્યવાહી કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ લખનપુર BMOને હટાવવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રીએ વિભાગ તરફથી કારણદર્શક નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. એવો પણ આરોપ છે કે બાળકીનું મોત નર્સના ખોટા ઈન્જેક્શનને કારણે થયું છે. જેના પગલે આરોગ્ય પ્રધાનના નિર્દેશો પછી, બીએમઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ આખો મામલો ખરેખર તો લખનપુર બ્લોકનો છે. જેનો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે. આમદલા ગામમાં રહેતા ઈશ્વરદાસની પુત્રીની તબિયત બે દિવસથી બગડી રહી હતી. તેને તાવ આવતો હતો. આ અંગે પરિવારજનો તેને શુક્રવારે સવારે લગભગ 6 વાગે સામુહિક આરોગ્ય કેન્દ્ર લખનપુર લઈ ગયા અને દાખલ કરવામાં આવી હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતદેહ લેવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટ પાસેથી એમ્બ્યુલન્સ માંગવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ એક એમ્બ્યુલન્સ ન મળી ન હતી.

આ પણ વાંચોઃ Missing girl killed: વડોદરાની વધુ એક યુવતીની હત્યા, ગુમ થયેલી 19 વર્ષીય યુવતીને દુપટ્ટાથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.