First woman CJI: દેશની પ્રથમ મહિલા CJI બનવા ગુજરાતના બે જજ સહિતના નવ નામોને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, વાંચો યાદી

First woman CJI: કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથના, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, 26 ઓગષ્ટઃ First woman CJI: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા તમામ નવ જજોની નિમણૂકને મંજૂરી આપી છે. આ નવ જજોમાં ત્રણ મહિલાઓ જજનો પણ સમાવેશ થાય છે. આ ત્રણમાંથી એક નામ ગુજરાત હાઈકોર્ટના મહિલા જજનું પણ છે. 

કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોમાં જે ત્રણ મહિલા જજના નામ છે તેમાં કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથના, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ Summoned in a drug case: રકુલ પ્રીત સહિત આ બોલિવુડ એક્ટરને ડ્રગ કેસમાં સમન્સ પાઠવાયા, એક્ટ્રેસનું નામ ફરી ડ્રગ કેસમાં જોડાયુ- વાંચો વિગત

બાકીના નામોમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા (કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), વિક્રમ નાથ (ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), જીતેન્દ્ર કુમાર મહેશ્વરી (સિક્કિમ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), સીટી રવિકુમાર (કેરળ હાઇકોર્ટના જજ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઇકોર્ટમાં જજ)નો સમાવેશ થાય છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે. સર્વોચ્ચ અદાલતમાં નવ જજોની નિમણુંક બાદ પણ એક પદ ખાલી રહેશે.

Whatsapp Join Banner Guj