Sharad pawar

Maharashtra political crisis: એનસીપી પ્રમુખ શરદ પવારને ધમકી આપવામાં આવી, વાંચો વિગતે…

Maharashtra political crisis: સરકારને બચાવવાની કોશિશ કરવામાં આવી તો શરદ પવારને ઘરે જવા દેવામાં નહીં આવે…

મુંબઈ, ૨૪ જૂન: Maharashtra political crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે એનસીપી પ્રમુખ શરદ પવારને ધમકી આપવામાં આવી છે. જે ભાષાનો ઉપયોગ કરાયો છે તે અમને મંજૂર નથી.

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપના એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે જો મહાવિકાસ આઘાડી સરકારને બચાવવાની કોશિશ કરવામાં આવી તો શરદ પવારને ઘરે જવા દેવામાં નહીં આવે. રાઉતે વધુમાં કહ્યું કે એમવીએ સરકાર બચશે કે નહીં, શરદ પવાર વિશે આવી ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. 

આ પણ વાંચો: Flood in assam: આસામ માં કુદરતનો કહેર યથાવત, પૂર વચ્ચે દર્દીને હોસ્પિટલ પહોંચાડવા આસામના મંત્રીએ ચલાવી હોડી

સંજય રાઉતે વધુમાં કહ્યું કે એક કેન્દ્રીય મંત્રી દ્વારા શરદ પવારને જે ધમકીઓ આપવામાં આવી રહી છે શું આવી ધમકીઓને મોદીજી અને અમિત શાહનું સમર્થન છે? અમે (બળવાખોર) વિધાયકોને અયોગ્ય ઠેરવવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ. 

Gujarati banner 01