G20 Disaster Risk Reduction Working Group Meeting

G20 Disaster Risk Reduction Working Group Meeting: G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક ચેન્નાઈમાં શરૂ થઈ

  • પીએમના અગ્ર સચિવ અને ભારતના G20 શેરપાએ કુદરતી આફતોના જોખમની અસરોને ઘટાડવા પર ભાર મૂક્યો

G20 Disaster Risk Reduction Working Group Meeting: સભ્ય દેશોએ આપત્તિ-પ્રતિરોધક ભવિષ્ય માટે સહયોગ વધારવા પર ચર્ચા કરી

ચેન્નાઈ, 24 જુલાઇ: G20 Disaster Risk Reduction Working Group Meeting: ભારતની G20 અધ્યક્ષતા હેઠળ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) વર્કિંગ ગ્રૂપની ત્રીજી બેઠક સોમવારે ચેન્નાઈમાં શરૂ થઈ હતી. દિવસભર યોજાયેલા વિવિધ સત્રો દરમિયાન, G20 પ્રતિનિધિઓએ ડ્રાફ્ટ કોમ્યુનિકેશનની પ્રસ્તાવના પર ચર્ચા કરી.

આ ઉપરાંત, ‘મહિલા-આગેવાની અને સમુદાય-આધારિત DRR’ અને ‘ક્ષમતા નિર્માણ અને કુદરતી આફત પ્રતિભાવ પર સહકાર વધારવા’ જેવા વિષય પર બે સાઈડ ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગમાં પ્રાકૃતિક આફતો દરમિયાન કામ કરવા માટે પહેલેથી ચેતવણી આપવાના ઉપાયો અને સર્વેલન્સની ઉપયોગિતા દર્શાવતું એક પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

ત્રણ દિવસીય બેઠકનું મુખ્ય ફોકસ આપત્તિ-પ્રતિરોધક ભવિષ્ય માટે સહકાર વધારવા પર રહેલું છે. કુદરતી આફતો માટે એક ફ્લેક્સિબલ સિસ્ટમ બનાવવી અને તેના માટેનું ભંડોળ સુનિશ્ચિત કરવું એ પણ બેઠકમાં ચર્ચાનું મુખ્ય પાસું છે. DRR વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના સભ્ય સચિવ કમલ કિશોરે સ્વાગત પ્રવચન કર્યું હતું.

ત્યારબાદ, ટ્રોઇકા દેશો (ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલ) ના પ્રતિનિધિઓએ તેમના વિચારો રજૂ કર્યા. ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાનના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા, ભારતના G20 શેરપા અમિતાભ કાંત અને યુએન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR)ના વડા મામી મિઝુટોરીના સંબોધન સાથે આ બેઠકની શરૂઆત થઈ.

બેઠકને સંબોધતા વડાપ્રધાનના અગ્રસચિવ પી.કે. મિશ્રાએ કુદરતી આફતોના જોખમની અસરોને ઘટાડવા માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો. બીજી તરફ, ભારતના G20 શેરપા અમિતાભ કાંતે શરૂઆતના સત્રને સંબોધતા કહ્યું કે, કાર્યકારી જૂથની આ અંતિમ બેઠક G20 દેશોની એકતા અને સહયોગની સામૂહિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

તેમણે કહ્યું કે તુર્કીમાં ભૂકંપ અને યુરોપમાં ભીષણ ગરમીના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને આફ્રિકામાં લાખો લોકો દુષ્કાળને કારણે પાણી અને સંસાધનોની અછતનો સામનો કરી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ દર્શાવે છે કે આપણી નીતિઓમાં આપત્તિ ઘટાડવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની તાત્કાલિક જરૂરિયાત છે.

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આપત્તિનું જોખમ ઘટાડવાનો મુદ્દો ફક્ત તૈયારીઓ અને ઝડપી આપદા પ્રતિક્રિયા સાથે જ સંકળાયેલો નથી, પરંતુ તેના માટે એક વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂર છે, જેનો ઉદ્દેશ ક્લાઇમેટ ચેન્જના જોખમો, શહેરી વિકાસ નીતિઓ અને નાણાકીય માળખા સાથે સંકળાયેલા મુદ્દાઓ વિશે જાણકારી મેળવવાનો અને તેમનું નિરાકરણ લાવવાનો છે.

અમિતાભ કાંતે જણાવ્યું હતું કે આ વર્ષે મે મહિનામાં સેન્ડાઈ ફ્રેમવર્કની મધ્ય-ગાળાની સમીક્ષા યોજાઈ હતી જે મુજબ, આપણે આપત્તિઓનું જોખમ ઘટાડવાની નીતિઓ, કાર્યક્રમો અને સરકાર તથા સમાજના તમામ સ્તરોએ રોકાણોમાં વેગ લાવવાની જરૂર છે.

ભારતની G20 પ્રેસિડેન્સીમાં પહેલી વાર DRR પર એક સમર્પિત કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે, જે કુદરતી આપત્તિઓ અને આબોહવા કટોકટીથી ઉભા થતા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો…. Rain in Gujarat: રાજ્યના ૩૬ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો, વાંચો…

    Gujarati banner 01
    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો