Gaurikund landslide

Gaurikund Landslide: ગૌરીકુંડમાં ફરી એકવાર થયું ભૂસ્ખલન, આટલા બાળકોના મોત…

Gaurikund Landslide: આજ સવારે ગૌરીકુંડમાં ભૂસ્ખલન થયું છે અને તેમાં બે બાળકોના મોત થયા

નવી દિલ્હી, 09 ઓગસ્ટઃ Gaurikund Landslide: ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રૂદ્રપ્રયાગમાં ફરી એકવાર ભૂસ્ખલન થયું છે. આજ સવારે ગૌરીકુંડમાં પણ ભૂસ્ખલન થયું છે અને તેમાં બે બાળકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ, આ ભૂસ્ખલનની ચપેટમાં નેપાળી મૂળના ત્રણ બાળકો આવી ગયા, જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલના તબીબોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એકની સારવાર ચાલી રહી છે.

ત્રણ બાળકો ભૂસ્ખલનની ચપેટમાં

રૂદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે માહિતી આપી હતી કે, બુધવારે સવારે ગૌરીકુંડના ગૌરી ગામમાં ભૂસ્ખલન થયું હતું. નેપાળી મૂળના ત્રણ બાળકો ભૂસ્ખલનની ચપેટમાં દટાયા હતા.

સ્થાનિક પોલીસ, NDRF અને સ્થાનિક લોકોની મદદથી ત્રણેય બાળકોને ગૌરીકુંડ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબે બે બાળકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે એક બાળકને સારવાર આપવામાં આવી રહી છે.

3 ઓગસ્ટે પણ થયું હતું ભૂસ્ખલન

જણાવી દઈએ કે, 3 ઓગસ્ટના રોજ કેદારનાથ યાત્રાના માર્ગ પર એક મહત્વપૂર્ણ સ્ટોપ ગૌરીકુંડ ખાતે ભૂસ્ખલન થયું હતું. ભારે મુશળધાર વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ગુમ થયા હતા. આ ભૂસ્ખલનમાં ગુમ થયેલા 20 લોકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.

આ પણ વાંચો… Turmeric Face Pack: સ્કિન માટે બેસ્ટ ઔષધી છે હળદર, ઘરે જ બનાવી લો આ ફેસપેક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો