Diabetic patients

Good news for diabetic patients: ડાયાબિટીસના દર્દીઓ માટે ખુશખબર, હવે અઠવાડીયામાં ફક્ત એક જ વખત…

  • આ દવા તમારે દરરોજ નહીં પણ અઠવાડીયામાં ફક્ત એક જ વખત લેવાની રહેશે

Good news for diabetic patients: ડેનમાર્કની કંપની નોવો નોર્ડિસ્ક એક નવી દવા લોન્ચ કરવા જઈ રહી છે, જે દર્દીઓને 2025 સુધીમાં મળી જશે

અમદાવાદ, 17 ફેબ્રુઆરી: Good news for diabetic patients: ડાયાબિટીસના દર્દીઓ માટે હાલમાં રાહતના સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં, ડેનમાર્કની કંપની નોવો નોર્ડિસ્ક એક નવી દવા લોન્ચ કરવા જઈ રહી છે, જે દર્દીઓને 2025 સુધીમાં મળી જશે. આ દવા તમારે દરરોજ નહીં પણ અઠવાડીયામાં ફક્ત એક જ વખત લેવાની રહેશે. જેનાથી દર્દીઓને ઘણી રાહત રહેશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, નોવો નોર્ડિસ્ક ભારતમાં 2025 ના બીજા ક્વાર્ટર સુધીમાં “once-in-a-week insulin”  લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. આ કંપનીના ગ્લોબલ બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર જ્હોન સી ડાબરે એક ન્યુઝ ચેનલ સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું.

એક મોટી સફળતા બાદ ડેનમાર્કમાં આવેલ નોવો નોર્ડિસ્ક દરરોજના એક વખતના ડોઝને બદલે અઠવાડિયામાં એક વખત દવા આપવા પર કામ કરી રહી છે, જે ભારતમાં 7.7 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, જેમાંથી 50 લાખ દર્દીઓ હાલ દરરોજની દવાથી પીડિત છે.

એક ઈન્ટરવ્યૂમાં ડાબેર કહ્યું, જેઓ નોવો નોર્ડિસ્ક ગ્લોબલ બિઝનેસ સર્વિસિસના કોર્પોરેટ વાઇસ-પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર છે, તેમણે જણાવ્યું હતું કે, કંપની ટ્રાયલમાંથી પોઝિટીવ પરિણામોની અપેક્ષા રાખી રહી છે અને હકીકતમાં ટ્રાયલના સૌથી મોટા કેન્દ્રો ભારતમાં મૂકવામાં આવ્યા છે. દવાની મુખ્ય કંપની ભારતમાં 217 દર્દીઓ પર 27 સ્થળ પર ટ્રાયલ કરી રહી છે.

આ પણ વાંચો: Action on E-Pharmacies: ઈ-ફાર્મસી કંપનીઓને લાગશે તાળા! જાણો કેન્દ્ર સરકારે કેમ આ પગલું ભર્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો