Nirmala

GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર 5% ટેક્સ યથાવત રહેશે, કેન્દ્રિય નાણામંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હી, 12 જૂનઃGST Council Meeting: આજે નાણામંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠક(GST Council Meeting) યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેની જાણકારી નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં આપી છે. 

કોરોના કાળમાં જીએસટી કાઉન્સિલે લીધેલા નિર્ણયો: કોરોના વેક્સિન પર 5 ટકા જીએસટી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર 75 ટકા વેક્સિન ખરીદશે અને તેના પર જીએસટી આપશે. પરંતુ જીએસટીથી થનારી 70 ટકા આવક રાજ્યોની સાથે વેચવામાં આવશે. 

  • ચાર પ્રકારની પ્રોડક્ટ પર જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. તેમાં દવાઓ, ઓક્સિજન, ઓક્સિજન રિલેટેડ ઇક્વિપમેન્ટ, ટેસ્ટિંગ કિટ્સ અને બીજા મશીનો તથા કોવિડ સંબંધિત રાહત સામગ્રી સામેલ છે. આ રેટ્સ વિશે જલદી જાહેરાત કરવામાં આવશે તેમ નિર્મલા સીતારમને કહ્યું છે.
  • જીએસટી કાઉન્સિલે કોરોનાની દવા રેમડેસિવિર પર જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવાના પ્રસ્વાસને મંજૂરી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, Tocilizumab પર કોઈ ટેક્સ લાગશે નહીં.
  • ઇલેક્ટ્રિક ફર્નેસેજ અને ટેમ્પ્રેચર ચેકિંગ ઇક્વિપમેન્ટ પર જીએસટી ઘટાડી 5 ટકા અને એમ્બ્યુલન્સ પર 12 ટકા કરી દેવામાં આવ્યું છે. આ દર સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. જીઓએએ તેમાં એક ઓગસ્ટ સુધી ઘટાડાની ભલામણ કરી હતી. 
  • બ્લેક ફંગસની સારવારમાં કામ આવનાર એન્ટીફંગલ દવા Amphotericin કોઈ જીએસટી લાગશે નહીં. 
Whatsapp Join Banner Guj
ADVT Dental Titanium

આ પણ વાંચો…

ખેડૂતો માટે સારા સમાચારઃ ડેમમાંથી સિંચાઈ માટે પાણી(dam water) છોડાયા, 3 જિલ્લાના 9 ડેમથી ખેડૂતોને મળશે પાણી- વાંચો સંપૂર્ણ અહેવાલ