e09db411 a558 4681 87fb 4b6a2bf9862d

રાજ્ય સરકારે અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ ને 1999માં દર્દીવાહિની સેવા માટે સયાજી હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં જમીન ફાળવી

  • વૈષ્ણવ પરિવારે હંમેશા શહેરના કામોમાં યોગદાન આપ્યું છે અને સ્વ.અરવિંદરાય વૈષ્ણવના સેવા વારસાને આગળ વધાર્યો અને દીપાવ્યો છે: મેયર કેયૂર રોકડીયા
  • ટ્રસ્ટે હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં રાજ્યની સર્વપ્રથમ દર્દીવાહિની સહ અગ્નિ શમન સેવા કેન્દ્રના પ્રારંભ માટે પાકી બાંધેલી ઇમારત સાથે જમીન મેયરની ઉપસ્થિતિમાં સયાજી હોસ્પિટલ ને પરત આપી

વડોદરા, 12 જૂનઃsayaji hospital: તેરા તુજકો અર્પણની ઉમદા ભાવનાને સાકાર કરતા સમારંભમાં વડોદરાના મેયર કેયૂરભાઈ રોકડીયા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટે સયાજી હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં આવેલી વિશાળ જમીન, તેના પર પાકી બાંધેલી સુવિધાસભર ઇમારત સાથે સયાજી હોસ્પિટલને, હોસ્પિટલ પરિસરમાં હોય તેવું રાજ્યનું પ્રથમ દર્દીવાહિની સહ અગ્નિ શમન સેવા કેન્દ્ર શરૂ કરવા માટે સાભાર પરત કરી હતી.

Whatsapp Join Banner Guj


ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ૧૯૯૯ માં ટ્રસ્ટને આ જમીન દર્દીવાહિની સેવા કેન્દ્રની પ્રવૃત્તિઓ માટે આપી હતી. ટ્રસ્ટે ૨૨ વર્ષ સુધી દર્દીવાહિની સેવાનું સંચાલન કર્યું હતું.હાલમાં કોરોના જેવા રોગોને કારણે દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે અને સતત ચાલુ રહેતા એસી અને અન્ય યંત્રોને લીધે હોસ્પિટલો(sayaji hospital)માં આગની ઘટનાઓ બની છે.ત્યારે તેના નિવારણની તકેદારી માટે મધ્ય ગુજરાતની આ સહુથી મોટી સરકારી હોસ્પિટલના પરિસરમાં જ અગ્નિ શમન કેન્દ્ર શરૂ કરી આપવાની સરળતા કરવા અરવિંદરાય ટ્રસ્ટે આ જમીન પરત સોંપી છે.

અત્રે નોંધ લેવી ઘટે કે સ્વ.અરવિંદરાય વૈષ્ણવે વડોદરા શહેર સુધરાઇ માટે ઘોડાથી ખેંચવામાં આવતા સ્ટીમ એન્જિન અને ટાંકીઓ તેમજ પાંચ કર્મચારીઓ સાથે અગ્નિ શમન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને ૪૨ વર્ષ સુધી તેનું નેતૃત્વ કરી દાંડિયાબજારમાં વિશાળ મુખ્ય મથક સાથે તેનો વિકાસ કર્યો હતો. તેમણે વડોદરાની આસપાસ વિકસેલા મહાકાય ઉદ્યોગોને અગ્નિ શમન સેવાઓ શરૂ કરવામાં માર્ગદર્શક મદદ કરી હતી. સ્વ.અરવિંદરાય સ્થાપિત પરંપરા પ્રમાણે વૈષ્ણવ પરિવાર જરૂરિયાતના સમયે શહેરને મદદરૂપ બનવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં મેયર કેયૂર રોકડીયાએ જણાવ્યું કે આ પરિવારે હંમેશા શહેરના કામોમાં યોગદાન આપ્યું છે અને સ્વ. અરવિંદરાય વૈષ્ણવ ના સેવા વારસાને આગળ વધાર્યો અને દીપાવ્યો છે.

c2e0259c 7514 4f3f a6a2 f311cffee637


કોરોના કટોકટીના સમયમાં વડોદરા શહેરમાં રાજ્ય સરકારની ૧૦૮ સેવાઓ,વડોદરા ફાયર બ્રિગેડ અને અન્ય સેવા સંસ્થાઓની દર્દીવાહિની સેવાઓ જીવન દાયીની બની રહી તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે રાજ્યના તમામ શહેરો કરતાં કોરોના પિક પર હતો ત્યારે વડોદરામાં શક્ય તેટલા ઓછા સમયમાં દર્દીવાહિનીઓ ઉપલબ્ધ રહી.રાજ્ય સરકારના સહયોગથી કોરોનાના દર્દીઓ માટે ૧૪ હજાર બેડની વ્યવસ્થા સાથે વડોદરા મોખરે રહ્યું.શહેર પ્રથમ નાગરિક તરીકે તેમણે સયાજી હોસ્પીટલ(sayaji hospital) પરિસરમાં અગ્નિ શમન સેવા કેન્દ્ર સ્થાપવાની મોકળાશ કરી આપવા માટે ટ્રસ્ટ ને ધન્યવાદ આપ્યા હતાં.


રાજ્ય સરકારે વડોદરામાં સયાજી હોસ્પિટલ(sayaji hospital)ને સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કર્યું છે તેનો ઉલ્લેખ કરતાં બીજેપીના શહેર અધ્યક્ષ ડો.વિજય શાહે જણાવ્યું કે હોસ્પિટલ પરિસરમાં અગ્નિ શમન સેવાની શરૂઆત અન્ય શહેરો માટે પ્રેરક બની રહેશે. તેમણે ટ્રસ્ટના દર્દીવાહિની સેવા કેન્દ્રના ૧૯૯૯ માં પ્રારંભની ક્ષણોને યાદ કરતાં જણાવ્યું કે, વડોદરા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે આજે નામાંકીત તબીબો છે, તેમણે આ માતૃ શિક્ષણ સંસ્થાના વિકાસ માટે સહુથી વધુ દાન આપ્યું છે અને તેના વિકાસમાં પૂરેપૂરો સહયોગ આપવા તત્પર છે.
સયાજી હોસ્પિટલ પરિવાર તરફથી ટ્રસ્ટને હાર્દિક ધન્યવાદ આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરે જણાવ્યું કે તેરા તુજકો અર્પણનું આ પ્રેરક ઉદાહરણ છે.રાજ્ય સરકારના ખૂબ જ પ્રોત્સાહક અભિગમને લીધે સયાજી હોસ્પીટલ પરિવારે પ્રથમ કોરોના અને પછી મ્યુકરની બંને લહેરોમાં સંપૂર્ણ ક્ષમતાથી અને હૃદયપૂર્વક આરોગ્ય સેવાઓ પૂરી પાડીને લોક વિશ્વાસ જીત્યો છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

a40db883 22f3 4726 bdb7 92274c023dd9


આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુના આશિર્વચન પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટ દ્વારા સયાજી હોસ્પિટલ(sayaji hospital)ને ઇમારત સાથે જમીનના પુનઃ હસ્તાંતરણ ને સરળ બનાવવા માટે ડો.વિજય શાહનો અને ટ્રસ્ટને આ કેન્દ્ર શરૂ કરવામાં જે તે સમયે ઉમદા સહયોગ આપનારા વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જગદીશભાઈ પટેલનો હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો.

પ્રારંભમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કિરાત વૈષ્ણવે,;તેમના દાદા સ્વ. અરવિંદરાય વૈષ્ણવ દ્વારા સ્વતંત્રતા પૂર્વ વડોદરામાં શહેર સુધરાઇની અગ્નિ શમન સેવાના પ્રારંભ અને વિકાસની ભૂમિકા આપવાની સાથે સહુને આવકારવામાં આવ્યા હતાં. આ પ્રસંગે નાયબ મેયર શ્રીમતી નંદા જોશી, વડોદરા ફાયર અને ઇમરજન્સી સર્વિસ ના વડા પાર્થ બ્રહ્મભટ્ટ,વડોદરા શહેર કોંગ્રસના અધ્યક્ષ પ્રશાંત પટેલ,સયાજી હોસ્પિટલ (sayaji hospital ના કાર્યપાલક અધિકારી ડો.પાઠક,કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ, પૂર્વ મેયરઓ,પૂર્વ નાયબ )મેયરઓ,પૂર્વ વિપક્ષી નેતા,મૌલીન વૈષ્ણવ અને દેવાંશુ વૈષ્ણવ,સત્યમ છાયા, નિર્વી શર્મા સહિત અરવિંદરાય વૈષ્ણવ પરિવારના સદસ્યો,મિત્રો અને શુભેચ્છકો નો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

આ પણ વાંચો…

GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર 5% ટેક્સ યથાવત રહેશે, કેન્દ્રિય નાણામંત્રીએ આપી જાણકારી

ADVT Dental Titanium