Taliban formed a government

Sentences apply: અફઘાનમાં હવે ચોરોના હાથ કપાશે, અનૈતિક સંબંધ માટે આપવામાં આવશે આ સજા- તાલિબાન શાસનમાં સદીઓ જૂની બર્બર સજાઓ

Sentences apply: તાલિબાનો શરિયા કાયદાની આકરી આવૃત્તિ લાગુ કરવા માટે કુખ્યાત છે. તેમાં પુરુષ સાથી વિના મહિલાના ઘરની બહાર નોકરી કરવા પર પણ પ્રતિબંધનો સમાવેશ થાય છે

કાબુલ, 15 સપ્ટેમ્બરઃ Sentences apply: અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનોના કબજામાં છે. ત્યાંની વચગાળાની સરકાર હવે તેના એજન્ડાના આધારે શાસન કરી રહી છે. નવા શાસનમાં ‘સદગુણોના પ્રચાર અને દુર્ગુણોને રોકવા’નું મંત્રાલય પણ છે. આ મંત્રાલયનું નામ સાંભળવામાં ભલે સારું લાગે, પરંતુ તેના આદેશો સદીઓ જૂની બર્બર સજાના અફઘાનિસ્તાનમાંથી ફરીથી ઉદયને પુષ્ટી આપે છે. તાલિબાનો શરિયા કાયદાની આકરી આવૃત્તિ લાગુ કરવા માટે કુખ્યાત છે. તેમાં પુરુષ સાથી વિના મહિલાના ઘરની બહાર નોકરી કરવા પર પણ પ્રતિબંધનો સમાવેશ થાય છે.

તાલિબાનના એક અધિકારીએ અમેરિકાના અગ્રણી અખબાર ન્યૂયોર્ક પોસ્ટને કહ્યું કે તેમનો મુખ્ય આશય ઈસ્લામની સેવા કરવાનો છે, જેના માટે એક સારા અને સદગુણ મંત્રાલયની જરૂર છે. અફઘાનિસ્તાનના કેન્દ્રીય ક્ષેત્ર માટે જવાબદાર હોવાનો દાવો કરનારા મોહમ્મદ યુસુફે જણાવ્યું કે તાલિબાન શાસન કાયદાઓનો ભંગ કરારા લોકોને ‘ઈસ્લામી કાયદા’ હેઠળ સ(Sentences apply)જા કરશે.

આ પણ વાંચોઃ Happy engineers day: ભારત રત્ન ડો. મોક્ષગુંદમ વિશ્વેશરિયા ભારતના પ્રથમ એન્જિનિયર નો જન્મ દિવસે SSIT ખાતે ખાસ ઉજવણી

યુસુફે જણાવ્યું કે, તાલિબાનોના શાસનમાં અફઘાનિસ્તાનમાં ઈરાદાપૂર્વક ગૂનો કરનારા હત્યારાને મારી નંખાશે. હત્યારાએ ઈરાદાપૂર્વક હત્યા નહીં કરી હોય તો તેને ચોક્કસ રકમની ચૂકવણી કરવા જેવી સજા થઈ શકે છે. ૧૯૯૬-૨૦૦૧ના સમયમાં તેના શાસન દરમિયાન તાલિબાનોના આ મંત્રાલયે અફઘાનિસ્તાનના રસ્તા પર નૈતિક પોલીસ સ્થાપિત કરી હતી અને ગૂનાના આધારે તેનો ભંગ કરનારાને કોરડા મારવા, પથ્થરો મારવા અને ત્યાં સુધી કે જાહેરમાં મારી નાંખવા જેવી સજાઓ(Sentences apply) કરી હતી. 

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ તાલિબાની અધિકારીએ જણાવ્યું કે તેમના શાસનમાં ચોરોના હાથ કાપી દેવાશે જ્યારે અનૈતિક સંબંધો ધરાવતા લોકોને પથ્થરો મારવાની આકરી સજા અપાશે. અનૈતિક સંબંધોમાં સંડોવાયેલ પુરુષો અને મહિલાઓ બંનેને એક જ સમાન સજા કરાશે. અમે માત્ર ઈસ્લામી નિયમો અને કાયદાનું પાલન કરતો શાંતિપૂર્ણ દેશ ઈચ્છીએ છીએ. શાંતિ અને ઈસ્લામી શાસન જ અમારી એકમાત્ર ઈચ્છા છે.

દરમિયાન અફઘાનિસ્તાનમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સંઘર્ષ વચ્ચે હવે ત્યાં ફરીથી સ્થિતિઓ સામાન્ય થઈ રહી છે. આથી કાબુલ એરપોર્ટ ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો માટે તૈયાર થઈ જશે તેમ કાબુલ એરપોર્ટના નિર્દેશક અબ્દુલ હાદી હમદાનીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે કાબુલ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યાઓને સુધારવાનું કામ ચાલુ છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન શરૂ થઈ ગયું છે અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ટૂંક સમયમાં શરૂ થઈ જશે. અફઘાનિસ્તાના ટોલો ન્યૂઝના એક રિપોર્ટ મુજબ કાબુલ એરપોર્ટ પર મહિલા કર્મચારીઓ સહિત એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓ નોકરી પર પાછા ફર્યા છે અને એરપોર્ટ પર ટ્રાફિક સામાન્ય થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Rapist sentenced to death: આ રાજ્યમાં બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારને ફાંસીની સજા- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, એક સમયે કાબુલની મુખ્ય જેલ સરકારે તાલિબાનોના પકડેલા આતંકીઓથી ભરાઈ ગઈ હતી. પરંતુ હવે આ જેલના હોલ અને સેલ ખાલી થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કાબુલ કબજે કરતાં અચાનક પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. તાલિબાનો હવે પુલ-એ-ચરખી જેલ ચલાવી રહ્યા છે. કાબુલ કબજે કર્યા પછી તેમણે જેલના કેદીઓને છોડાવી દીધા હતા. આ જેલની મુલાકાતે આવેલા તાલિબાનના એક કમાન્ડરે જણાવ્યું હતું કે પૂર્વીય કુનાર પ્રાંતમાંથી એક દાયકા પહેલાં તેની ધરપકડ કરાઈ હતી અને તેને આ જેલમાં કેદ કરાયો હતો. તેણે લગભગ ૧૪ મહિના જેટલો સમય આ જેલમાં વિતાવ્યો હતો. જોકે, હવે આ જેલમાં કેદી તરીકે રહેનારા તાલિબાનો જ આ જેલના જેલર બની ગયો છે.

Whatsapp Join Banner Guj