Haryana Violence

Haryana Violence: હિંસાની આગમાં બળી ઉઠયું હરિયાણા, ત્રણ લોકોના થયા મોત

Haryana Violence: હરિયાણાના નૂહમાં બ્રજ મંડળની શોભાયાત્રા દરમિયાન હિંસક હંગામો થયો હતો

નવી દિલ્હી, 01 ઓગસ્ટઃ Haryana Violence: હરિયાણાના નૂહમાં સોમવારે બ્રજ મંડળની શોભાયાત્રા દરમિયાન હિંસક હંગામો થયો હતો. પથ્થરમારો, ફાયરિંગ અને આગચંપીમાં બે હોમગાર્ડ જવાન શહીદ થયા હતા. ત્યાં જ ગુરુગ્રામમાં પણ એક ધાર્મિક સ્થળ પર હુમલો થયો છે, જેમાં એકનું મોત થયું છે.

હિંસક અથડામણને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તણાવને ધ્યાનમાં રાખીને જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે સાંજે કલમ 144 લાગુ કરી દીધી હતી. બીજી તરફ આ હિંસાને પગલે ફરીદાબાદમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

જાણો ગૃહમંત્રી અનિલ વિજે શું કહ્યું…

ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે, સાંપ્રદાયિક રીતે તંગ નૂહ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હરિયાણા પોલીસની ભારે તૈનાતી ઉપરાંત અર્ધલશ્કરી દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

વિજે મીડિયાને કહ્યું, “ત્યાં પર્યાપ્ત દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. અમે કેન્દ્ર સાથે પણ વાત કરી છે. અમે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેવાત ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. અર્ધલશ્કરી દળોની ત્રણ કંપનીઓને તણાવગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.

આ પણ વાંચો… ST bus fare increase: ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો