હવામાન વિભાગે આપી સૌથી મોટી ચેતવણીઃ આ ઉનાળામાં તાપમાન(heatwave) તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા..!

heatwave

ગાંધીનગર, 01 એપ્રિલઃ હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી છે. જેમાં આ વર્ષના ઉનાળામાં તાપમાન(heatwave) ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ એપ્રિલ-મે-જૂન દરમિયાન તાપમાન અનેક વિક્રમો સર્જશે. તાપમાનના જૂના વિક્રમો તૂટે અને વધારે ગરમી(heatwave)ના નવા રેકોર્ડ નોંધાય એવી પણ શક્યતા છે. તો વળી દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો.

ADVT Dental Titanium

આઈએમડીના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ, કર્ણાટક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે. સરેરાશ કરતા ઉનાળાનું તાપમાન ઊંચુ નોંધાશે. રાતે પણ વધુ ગરમી વરતાશે. દેશમાં ગરમીની અત્યારથી જ શરૃઆત થઈ છે અને કેટલાક સ્થળોએ તાપમાન ૪૦ ડીગ્રી કરતા વધારે નોંધાયુ છે.

Whatsapp Join Banner Guj

હવામાન વિભાગની વિગતો પ્રમાણે હિટવેવની પણ શરૃઆત એપ્રિલની ૩જી તારખથી થશે. હિટવેવ ભારતમાં જીવલેણ નીવડે છે અને દર વર્ષે તેનાથી અનેક લોકો મૃત્યુ પામે છે. ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતથી હરિયાણા સુધીના પટ્ટામાં હિટવેવથી ધરતી તપી ઉઠશે. એ લોકો માટે આકરી સ્થિતિ પેદા કરશે.

આ પણ વાંચો…

વિધાનસભાગૃહમાં સરકાર લવ-જેહાદ(love-jihad law)નો કાયદો કરશે પસાર, જાણો કેટલા વર્ષની સજા અને દંડની ચુકવવી પડશે રકમ- વાંચો સંપૂર્ણ અહેવાલ