AprilFoolsDay

શું તમે જાણો છો- એપ્રિલ ફૂલ(April Fool)ની શરુઆત કેવી રીતે થઇ? – વાંચો આ રસપ્રદ માહિતી

April Fool

જાણવા જેવું, 01 એપ્રિલઃ દુનિયાના વિવિધ દેશોમાં 1 એપ્રિલને એપ્રિલ ફૂલ(April Fool) તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં પણ એપ્રિલ ફૂલ(April Fool)ને લઈ લોકો ભારે મજાક મસ્તી કરતા જોવા મળે છે. આ એવા દિવસ તરીકે ઓળખાય છે, જ્યારે લોકો અરસ-પરસ વ્યવહારિક મજાક અને મૂર્ખતાપૂર્ણ હરકત કરે છે. તેવામાં આવો જાણીએ કે આખરે આ દિવસો ઈતિહાસ છું છે અને આખરે તેની શરૂઆત ક્યાંથી અને ક્યારે કરવામાં આવી છે…

ADVT Dental Titanium

એપ્રિલ ફૂલ(April Fool)ને લઈ કેટલીય વાર્તાઓ પ્રચલિત છે. ઈતિહાસ પર નજર નાખીએ તો 1 એપ્રિલના દિવસે કેટલીય ફની ઘટનાઓ બની, જેને પગલે આ દિવસને એપ્રિલ ફૂલ-ડે તરીકે માનવવામા આવવા લાગ્યો. કહેવાય છે કે એપ્રિલ ફૂલ્સ ડેની શરૂઆત ફ્રાન્સમાં 1582માં તેવા સમયે થઈ, જ્યારે પોપ ચાર્લ્સ 9એ જૂનાં કેલેન્ડરની જગ્યાએ નવા રોમન કેલેન્ડરની શરૂઆત કરી દીધી. કહેવાય છે કે આ દરમિયાન કેટલાક લોકો જૂની તારીખ પર જ નવું વર્ષ બનાવતા રહ્યા અને તેમને જ એપ્રિલ ફૂલ્સ(April Fool) કહેવા આવ્યા. જો કે મૂર્ખ દિવસને લઈ કેટલીય અન્ય કહાનીઓ પણ પ્રચલિત છે. કેટલાય રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે એપ્રિલ ફૂલની શરૂઆત 1392માં થઈ, પરંતુ તેના કોઈ પુષ્તા સબૂત નથી મળ્યાં. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે વર્ષ 1508માં ફ્રાંસીસી કવિએ એક પ્વાઈઝન ડી એવરિલ (એપ્રિલ ફૂલ)નો સંદર્ભ આપ્યો હતો. જ્યારે 1539માં ફ્લેમિશ કવિ ‘ડે ડેને’એ એક અમિર માણસ વિશે લખ્યું, જેણે 1 એપ્રિલે પોતાના નોકરોને મૂર્ખતાપૂર્ણ કાર્યો માટે મોકલ્યા હતા. આવી જ અન્ય કહાનીઓ પણ પ્રચલિત છે.

Whatsapp Join Banner Guj

એપ્રિલ ફૂલની કહાનીઓની જેમ તેને મનાવવાના રીત પણ ભારે અલગ છે. ફ્રાન્સ, ઈટલી, બેલ્ઝિટમમાં કાગળની માછલી બનાવી લોકોની પાછળ ચિપકાવી દેવામાં આવે છે અને મજાક કરવામાં આવે છે. ઈરાની ફારસી નવાવર્ષના 13મા દિવસે એક-બીજા પર મજાક કરે છે, આ 1-2 એપ્રિલનો દિવસ હોય છે. ડેનમાર્કમાં પણ આ દિવસ મનાવવામાં આવે છે અને તેને મજ-કટ કહેવાય છે. ઉપરાંત સ્પેનિશ બોલતા દેશોમાં 28 ડિસેમ્બરે એપ્રિલ ફૂલ મનાવવામાં આવે છે, જેને ડે ઑફ હોલી ઈનોસેંટ્સ કહેવાય છે.

આ પણ વાંચો…

હવામાન વિભાગે આપી સૌથી મોટી ચેતવણીઃ આ ઉનાળામાં તાપમાન(heatwave) તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા..!