hydrogen bus

Hydrogen Bus: દેશમાં ટૂંક સમયમાં દોડશે હાઇડ્રોજન બસો: નીતિન ગડકરી

Hydrogen Bus: દિલ્હી અને જયપુર વચ્ચે બનાવાઇ રહ્યો છે ઇલેક્ટ્રીક હાઇવે: નીતિન ગડકરી

અમદાવાદ, 30 માર્ચ: Hydrogen Bus; કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે દેશમાં હાઇડ્રોજન પાવર પર બસો દોડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દિલ્હીથી જયપુર સુધી ઇલેક્ટ્રિક હાઇવે બનાવવામાં આવી રહ્યો છે, પ્રોસેસ ચાલી રહી છે. ડીઝલ બસ કરતાં ઇલેક્ટ્રિક બસ સસ્તી પડશે. તેમણે કહ્યું કે હાઈડ્રોજન ફ્યુઅલનો ઉપયોગ કરીને મુસાફરોને 2 કલાકમાં દિલ્હીથી હરિદ્વાર લઈ જવાશે..

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે દેશમાં હાઈડ્રોજન પાવર પર બસો દોડશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોલાઈઝર બનાવવામાં ભારત નંબર વન દેશ છે. તેના દ્વારા હાઇડ્રોજનને પાણીથી અલગ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉર્જા આયાતકાર નહીં પરંતુ ઉર્જા નિકાસકાર બનીશું.  

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાઈડ્રોજન ફ્યુઅલનો ઉપયોગ કરીને મુસાફરોને 2 કલાકમાં દિલ્હીથી હરિદ્વાર લઈ જઈ શકીશું, જેનાથી પ્લેન પર લોકોની નિર્ભરતા ઓછી થશે. ગડકરીએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં કચરાના બે પહાડ બનાવવામાં આવ્યા છે, તેમના કન્વર્ઝનનું કામ કરવામાં આવ્યું છે. અમે કચરાને રિસાયક્લિંગ કરીને હાઇવે બનાવ્યા છે.

તેમણે કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે હાઈડ્રોજન ફ્યુઅલનો તમામ જગ્યાએ ઉપયોગ થશે અને અમે ટૂંક સમયમાં ફ્યુઅલનું ઇમ્પોર્ટ નહીં કરતા એક્સપોર્ટ કરનારા દેશોના લિસ્ટમાં સામેલ થઈ જઈશું. ગડકરીએ કહ્યું કે રોડને સુધારવામાં આવી રહ્યો છે. રોડ વિકાસ તરફ દોરી જાય છે, અમે શહેરો વચ્ચેનું અંતર ઘટાડી રહ્યા છીએ.

ઇલેક્ટ્રિક હાઇવે

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે દિલ્હીથી જયપુર સુધી ઈલેક્ટ્રિક હાઈવે બનાવવામાં આવી રહ્યો છે, તેની પ્રોસેસ ચાલી રહી છે. ડીઝલ બસ કરતાં ઇલેક્ટ્રિક બસ સસ્તી થશે. તેમણે કહ્યું કે અમે 25 ટિકિટના ભાવે કામ કરીને પણ નફો કમાઈ શકીએ છીએ. ગડકરીએ કહ્યું કે દક્ષિણના પરિવહનને છોડીને દેશના તમામ રાજ્યોનું સરકારી પરિવહન ખોટમાં છે. બસમાં હોર્ન સિવાય દરેક વ્યક્તિ અવાજ કરે છે. આવનારા સમયમાં અમે સ્કેનિંગના આધારે ટિકિટની પ્રોસેસ પણ કરીશું.

હાઇડ્રોજન બસ વિશે
લાંબા અંતરના માર્ગો પર દોડતી એક જ ડીઝલ બસ સામાન્ય રીતે વાર્ષિક 100 ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન કરે છે ત્યારે ગ્રીન હાઇડ્રોજન એ એક ઉત્કૃષ્ટ અને સ્વચ્છ ઉર્જાવાહક છે, આ હાઇડ્રોજન-ઇંધણવાળી બસ ઓન-રોડ કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ સારો વિકલ્પ પૂરો પાડશે.

આ પણ વાંચો:-Clashes between two groups in maharashtra: મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બે જૂથો વચ્ચે ઝઘડા બાદ થઈ મોટી બબાલ, વાંચો વિગતે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો