Clashes between two groups in maharashtra

Clashes between two groups in maharashtra: મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બે જૂથો વચ્ચે ઝઘડા બાદ થઈ મોટી બબાલ, વાંચો વિગતે

Clashes between two groups in maharashtra: અહેવાલો મુજબ અહીં બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો, સાથે જ કેટલાક ખાનગી અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી

મુંબઈ, 30 માર્ચ: Clashes between two groups in maharashtra: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અહીં બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ સાથે કેટલાક ખાનગી અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. 

આ ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હળવો બળપ્રયોગ કરીને બંને પક્ષના લોકોને વિખેરવા અને શાંતિ જાળવી રાખી હતી. આ ઘટના મોડી રાત્રે 12.30 વાગ્યે સંભાજી નગરના કિરાડપુરા મંદિરની બહાર બની હતી.

મીડિયા રિપોર્ટ મુજબ આ હંગામો મંદિરની બહાર બે યુવકો વચ્ચેના પરસ્પર ઝઘડાથી શરૂ થયો હતો અને ત્યારબાદ બંને યુવકોએ પોતપોતાના પક્ષના લોકોને બોલાવ્યા હતા. આ પછી મામલો સાંપ્રદાયિક હિંસામાં ફેરવાઈ ગયો. ઘટના સ્થળે પહોંચેલા બંને પક્ષના લોકોએ પહેલા એકબીજા સાથે ઝપાઝપી કરી અને પછી પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન એક તરફના લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ગાડીઓને પણ લોકોએ આગ ચાંપી દીધી હતી.

હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર પોલીસ પ્રશાસન અને તમામ પક્ષોના રાજકીય આગેવાનોએ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા લોકોને અપીલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર જાહેરાતને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, હવે અહીં સ્થિતિ કાબૂમાં છે.

આ પણ વાંચો: Ram Navami 2023: આજ રામ નવમીના પાવન અવસરે કરો રામલ્લાની પૂજા, જાણો વિધિ અને મુહૂર્ત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો