હું કોરોના વેક્સિનનું સ્વાગત કરું છું, પણ હું વેક્સિનેશન લઇશ નહીંઃ રામદેવ બાબા

ramdev 1585791134

નવી દિલ્હી,04 નવી દિલ્હીઃ કોરોનાની મહામારીના કારણે દેશને આર્થિક રીતે ઘણુ નુકશાન પહોંચ્યુ છે, જો કે હવે ઘીરે ઘીરે બધું ઠારે પડતુ જણાય છે. સાથે દેશમાં બનાવેલી વેક્સિન સફળ થતી જણાઇ રહી છે. તેવી પરિસ્થિતિમાં ઘણા રાજકીય નેતાઓ સરકારનો વિરોધ કરવા માટે વેક્સિનનો વિરોધ કરી રહ્યાં છે. થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીએ વેક્સિનને લઈને સવાલ ઉઠાવ્યા તો હવે આ કડીમાં યોગગુરૂ બાબા રામદેવનું નામ સામેલ થઈ ગયુ છે. પરંતુ બાબા રામદેવનું નિવેદન સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરતા અલગ છે.

whatsapp banner 1

રામદેવ બાબાએ કહ્યું કે, હું વેક્સિનનું સ્વાગત કરુ છુ પરંતુ હું વેક્સિનેશન કરાવીશ નહીં. યોગગુરૂ બાબા રામદેવે આ વાત દિલ્હીની એક હોટેલમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન કહી હતી.મહત્વનું છે કે રામદેવે એક કાર્યક્રમમાં વાત કરતા કહ્યુ કે, વેક્સિનમાં ન તો ગાય અને ન તો સૂઅરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ધર્મ સાથે જોડાયેલો માનલો નથી. આ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલી દવા છે. પરંતુ તેમણે આગળ કહ્યુ કે, હું વેક્સિન લગાવડાવીશ નહીં, મારે વેક્સિનની જરૂર નથી. મને કોરોના નથી, કારણ કે હું સંપૂર્ણ રીતે સુરક્ષા કરુ છું. કોરોના ભલે ગમે એટલા અવતાર લે મને કોરોના થશે નહીં.

whatsapp banner 1

રામદેવ નવી દિલ્હીના લી-મેરિડિયન હોટલમાં એકલ અભિયાનના અભિયાનના કાર્યક્રમમ એકલના રામમાં વિશિષ્ટ અતિથિ તરીકે પહોંચ્યા હતા. વધુમાં તેઓએ કહ્યુ કે, તેમને કોઈ ફેર પડતો નથી કે લોકો તેમના તથા પતંજલિ વિશે શું કહે છે. તેમના માટે ખુશીની વાત છે કે તે લોકોના વિચારવાના કેન્દ્રમાં આવ્યા છે.

કાર્યક્રમમાં કવિ કુમાર વિશ્વાસે રામચરિત માનસના અર્થ અને આજના સમયમાં રામના મહત્વને જણાવ્યું હતું. તેમણે કોરોના સંકટમાં કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, દેશનું સૌભાગ્ય છે કે ભારતને સ્વાસ્થ્ય મંત્રી એક ડોક્ટર મળ્યા છે, જેણે દરેક વ્યક્તિને સાંભળ્યા છે.

આ પણ વાંચો…

CM રુપાણીનો મહત્વપૂર્ણ નિર્ણયઃ 1 એપ્રિલથી 31 ડિસેમ્બર 2020 સુધી નોનયુઝ વ્હિકલનો વાહન વેરો માફ