TaxImage2 edited

CM રુપાણીનો મહત્વપૂર્ણ નિર્ણયઃ 1 એપ્રિલથી 31 ડિસેમ્બર 2020 સુધી નોનયુઝ વ્હિકલનો વાહન વેરો માફ

TaxImage2 edited

ગાંધીનગર, 04 જાન્યુઆરીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19ની પરિસ્થિતીમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોને રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણય અનુસાર, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ/સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી અને તા.૧ એપ્રિલ-ર૦૧૭ પહેલાં રજિસ્ટ્રર્ડ થયેલી બસો માટે તા.૧ એપ્રિલ-ર૦ર૦થી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીના સમય માટેનો મોટર વાહન વેરો-વ્હીકલ ટેક્ષ માફ કરવામાં આવ્યો છે.
આવી સ્કૂલ બસો આ સમયગાળા દરમ્યાન અન્ય કોઇ વ્યાપારીક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી તેની ચકાસણી કર્યા બાદ તેને નોનયુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે.

whatsapp banner 1


મુખ્યમંત્રી સમક્ષ રાજ્યની આવી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી રૂપાણીએ કોવિડ-19ની મહામારીની સ્થિતીમાં શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેલા હોવાથી તેમની બસોને મોટર વ્હીકલ ટેક્ષના ભારણમાંથી રાહત આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પોતાની માલિકીની બસો ધરાવતી હોય અને તે તા.૧-૪-ર૦૧૭ પહેલાં રજીસ્ટ્રર્ડ કરવામાં આવી હોય તેવી સ્કૂલ બસોમાં વાર્ષિક રૂ. ર૦૦ પ્રતિ સીટ પ્રમાણે મોટર વ્હીકલ ટેક્ષ વસુલવામાં આવે છે.

આ પણ વાંચો…

ગુજરાત માટે સારા સમાચારઃ આ કંપનીને કોરોના રસીના ત્રીજા ટ્રાયલની સરકારે આપી મંજૂરી, વોલિન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ