shaikh hasina

India and Bangladesh Joint Friendship Day: 6 ડિસેમ્બરે પ્રથમ વખત ભારત અને બાંગ્લાદેશ ધામધૂમથી ‘સંયુક્ત મૈત્રી દિવસ’ ઉજવશે

India and Bangladesh Joint Friendship Day: લોગો-બેકડ્રોપ ડિઝાઇનિંગ પ્રતિયોગિતા અને બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ પર આધારિત પુસ્તકની સમીક્ષા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે

નવી દિલ્હી, 03 ડિસેમ્બર: India and Bangladesh Joint Friendship Day: આ વખતે 6 ડિસેમ્બરના રોજ પ્રથમ વખત ભારત અને બાંગ્લાદેશ ‘સંયુક્ત મૈત્રી દિવસ’ની ઉજવણી કરશે. આ કાર્યક્રમ માટે ભારત અને બાંગ્લાદેશમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. આ દિવસને ખાસ બનાવવા માટે બન્ને દેશ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરશે. તેમાં લોગો અને બેકડ્રોપ ડિઝાઇનીંગ પ્રતિયોગિતા અને બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ પર આધારિત પુસ્તકની સમીક્ષા સહિત વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામા આવશે.

ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર લોગો અને બેકડ્રોપ ડિઝાઇનીંગ પ્રતિયોગિતાના વિજેતાઓના નામની જાહેરાત 6 ડિસેમ્બરે કરવામા આવશે. સાથે જ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારત-બાંગ્લાદેશ સંબંધ અને મુક્તિ સંગ્રામ અંગે વીડિયો સંદેશ જાહેર કરશે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા ભારતીય વૈશ્વિક પરિષદમાં આયોજિત કાર્યક્રમમાં બન્ને દેશોની મિત્રતા અને વિકાસ પરિયોજનાઓ વિશે તેમના વિચાર રજૂ કરશે.

shaikh hasina pic
ભારતના હાઇકમિશ્નર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને તેમના પિતા શેખ મુજીબુર રહેમાન જેમને બોંગોબંધુ તરીકે પણ ઓળખવામા આવે છે, તેમનો એક દુર્લભ ફોટો ભેટ કરી રહ્યા છે.

મંત્રાલય અનુસાર કાર્યક્રમમાં ‘1971 : રાઇઝ ઓફ અ નેશન બાંગ્લાદેશ’ પુસ્તકની સમીક્ષા કરવામા આવશે અને વિદેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસ આ પુસ્તકનું વિતરણ કરશે. આ સમારોહમાં એક શોર્ટ ફિલ્મ દેખાડવામા આવશે જેને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર શેર કરવામા આવશે. તે સિવાય દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા આ કાર્યક્રમોનું પ્રસારણ વિદેશોમાં કરવામા આવશે.

16 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ કોવિંદ ઢાકા જશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 16 ડિસેમ્બરે ઢાકાની મુલાકાતે જશે. આ પ્રસંગે તેઓ પાકિસ્તાનથી બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે 9 મહિના સુધી ચાલેલા મુક્તિ સંગ્રામના સ્વર્ણ જયંતિ સમારોહમાં સામેલ થશે.

આ પણ વાંચો…Corruption in the stamp duty office in Ahmedabad: સ્ટેમ્પ ડ્યુટી ઓફિસમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઓચિંતી લીધી મુલાકાત

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *