4e0b614d a5fd 4663 9643 42ffeea07d9c

Crime branch: દહેગામમાં ફેક્ટરી માલિકની હત્યા કરનાર કાતિલ ઝડપાયો, લોખંડની પાઈપના 35 ફટકા મારી માલિકની કરી હતી કરપીણ હત્યા

Crime branch: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિહાર ખાતેથી કરી ધરપકડ

અમદાવાદ, 03 ડિસેમ્બરઃ Crime branch: ગાંધીનગરના દહેગામમાં જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની માથાના ભાગે એક પછી એક 35 જેટલા ફટકા મારી ઘાતકી હત્યા કરનાર ફરાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિહાર ખાતેથી ધરપકડ કરી છે. પગારના રૂ. 2 હજારને લઈ રકઝકને લઈ 20 વર્ષીય પરપ્રાંતીય મજૂરે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી આરોપી વતન બિહાર ફરાર થઈ ગયો હતો. બાતમીને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને બિહારથી તેના ઘરેથી ઝડપી પાડ્યો છે.

વિગત મુજબ, દહેગામ જી.આઇ.ડી.સીમાં શ્રીહરિ પી.વી.સી.પાઇપની ફેક્ટરીના માલિક ગૌતમ પટેલની તેમના ત્યાં જ કારીગર તરીકે કામ કરતા અખિલેશ બિહારી નામના શખસે લોખંડની પાઈપ વડે 35 જેટલા ફટકાઓ મારી હત્યા કરી હતી. હત્યાને અંજામ આપીને રૂ. 60 હજાર રોકડ અને મોબાઇલની લૂંટ કરીને આરોપી ફરાર થયો હતો.

આ પણ વાંચોઃ Gujarat health department: મહત્વ નો નિર્ણય, હવે આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેને વતનમાં જવું હતું અને રૂ. 2000 પગારના લેવાના નીકળતાં હતા. જેને લઈ અખિલેશ અવારનવાર તેના માલિક પાસે માગ કરતો હતો. જો કે ગુસ્સામાં માલિક ગૌતમ પટેલની હત્યા અને લૂંટ કરી વતન બિહાર ફરાર થઇ ગયો હતો.

પગારમાં બાકી લેવાના બે હજારના મુદ્દે થઈ હતી બબાલ

આરોપી અખિલેશ( રહે. ગામ રૂગનાથપુરા, થાના ભરગમા જિ.અરેરીયા, બિહાર) ફેક્ટરીમાં અઢી માસથી રોજના રૂ.200 લેખે લેબર મજુરીનું કામ કરતો હતો. માલિક ગૌતમભાઈ પોતાની સાથે કામ બાબતે અવારનવાર ઝઘડો તકરાર કરી, ગાળાગાળી કરતાં હતાં. પગારના લેવાના નીકળતા રૂ.2000 પણ આપતા ન હતાં. તેમજ બનાવના દિવસે પણ ગૌતમભાઈ ફેક્ટરીમાં હાજર હોય જેથી પોતાને મશીન ચાલુ કરવાનું જણાવતાં પોતે વતનમાં જવું હોય. જેથી બાકી નીકળતા રૂ. 2000ની માંગ કરી હતી ગૌતમભાઈએ કામ પતાવ્યા બાદ જવાનું જણાવતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

60 હજાર રોકડ તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ભાગી ગયો

પૈસા મુદ્દે થયેલી બબાલ બાદ અખિલેશે ફેક્ટરીમાં પડેલી લોખંડની પાઈપથી ફેક્ટરી માલિકને માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નિપજાવી ફેક્ટરીની ઓફિસના ડ્રોઅરમાંથી રૂ. 60000 તથા ગૌતમભાઈનો ફોનની ચોરી કરી પોતાની પત્ની સાથે પોતાના વતનમાં ભાગી ગયો હતો. ચોરીમાં મળેલા પૈસા પોતાના અંગત ખર્ચમાં વાપરી અને મોબાઈલ ફોન પણ પોતાના વતનમાં જઈ ફેંકી દીધો હતો.

Whatsapp Join Banner Guj