Rajkot Station edited scaled e1634048996303

IRCTC: હરિદ્વાર ના કુંભમેળામાં જવા માટે વિચારી રહ્યા છો ? કુંભ વિશેષ યાત્રા ટ્રેન 06 માર્ચે રાજકોટથી રવાના થશે

IRCTC Rajkot

ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર  ઉપલબ્ધ છે 

અમદાવાદ , ૨૦ ફેબ્રુઆરી: IRCTC: યાત્રીઓની વિશેષ માંગને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન રિજીનલ ઓફિસ અમદાવાદ કુંભ તીર્થ વિશેષ યાત્રા ટ્રેન, તમામ પોસ્ટ કોવિડ ધોરણોને ધ્યાનમાં રાખીને ચલાવી રહ્યા છે.

 IRCTC પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર શ્રી રાહુલ હિમાલિયન (IRTS) જણાવ્યું હતું કે 06 માર્ચ 2021 ના ​​રોજ રાજકોટ થી આ ટ્રેન ઉપડશે. આમાં, મુસાફરો દ્વારા ખૂબ જ ઉત્સાહથી કમ્ફર્ટ ક્લાસ (3એસી) બુક કરાવવામાં આવ્યું છે, અને સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માં થોડીક જ સીટ બાકી છે.

Railways banner

શ્રી રાહુલ હિમાલિયન (IRTS) એ વધારે માહિતી આપતા કહ્યું હતું કે IRCTC 06 માર્ચ 2021 ના ​​રોજ “કુંભ સ્પેશિયલ” ભારત દર્શન ટ્રેન ચલાવે છે. આ ટ્રેન રાજકોટથી શરૂ થઈને રાજકોટ પરત આવશે. આ યાત્રા માં ધાર્મિક સ્થળો જેમાં મથુરા , હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર  અને માતા વૈષ્ણોદેવી ના દર્શન કરવામાં આવશે.

આ ટ્રેનની મુસાફરી માં ભોજન (નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ કર્મચારી,સુરક્ષા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે.

વધારે માહિતી માટે સંપર્ક 079-26582675, 8287931718, 8287931634 અને ટિકિટ ઓન લાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

શ્રી રાહુલ હિમાલિયને એમ પણ કહ્યું હતું કે ઉપરોક્ત ટ્રેન માં કોવિડ રોગચાળાને  ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની  સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવા માં આવશે. “આરોગ્ય-સેતુ” એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાતરી કરવામાં આવશે. ટ્રેનના  કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ  હોય  તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

IRCTC મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને કિફાયતી દરે પ્રવાસ નું આયોજન કરેલ છે જેની    માહિતી નીચે મુજબ છે :

પ્રવાસની વિગતો મુસાફરીની તારીખદર્શન સ્થળપેકેજ ટેરિફ: સ્ટાન્ડર્ડ   (SL)  
કુંભ હરિદ્વાર ભારત દર્શન (WZBD297)06.03.2021 થી 14.03.2021  સુધીમથુરા, હરિદ્વાર,ઋષિકેશ,અમૃતસર, વાઘા બોર્ડર, માતા વૈષ્ણોદેવીRss. 8,505/-

વિશ્વવ્યાપી કોવિડ -19 સમસ્યાને ધ્યાનમાં રાખીને, બધા કોવિડ સલામતીનાં પગલાં IRCTC દ્વારા અપનાવવામાં આવશે. મુસાફરો ની ધાર્મિક યાત્રા સુખદ બનાવવા માટે “રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કોવીડ-19 ની સુરક્ષાના નિયમો ના યાત્રીઓને પાલન કરવાનું રહેશે

આ પણ વાંચો…jacqueline pay priyanka: શ્રીલંકન બ્યુટી જેક્લિન દર મહિને પ્રિયંકા ચોપડાને આપે છે 6.78 લાખ રૂપિયા, આ છે કારણ