Draupadi Murmu

Jeevan Raksha Padak Series of Awards-2023: રાષ્ટ્રપતિએ જીવન રક્ષા પદક શ્રેણી ઓફ એવોર્ડ-2023 એનાયત કરવાની મંજૂરી આપી

Jeevan Raksha Padak Series of Awards-2023: રાષ્ટ્રપતિએ 31 વ્યક્તિઓને જીવન રક્ષા પદક શ્રેણી ઓફ એવોર્ડ્સ-2023 એનાયત કરવાની મંજૂરી આપી

અમદાવાદ, 25 જાન્યુુઆરીઃ Jeevan Raksha Padak Series of Awards-2023: ભારતના રાષ્ટ્રપતિએ 31 વ્યક્તિઓને જીવન રક્ષા પદક શ્રેણી ઓફ એવોર્ડ્સ-2023 એનાયત કરવાની મંજૂરી આપી છે. જેમાં 03ને સર્વોત્તમ જીવન રક્ષા પદક, 07ને ઉત્તમ જીવન રક્ષા પદક અને 21 વ્યક્તિને જીવન રક્ષા પદકનો સમાવેશ થાય છે. ત્રણ પુરસ્કારો મરણોત્તર છે. વિગતો નીચે મુજબ છે:-

સર્વોત્તમ જીવન રક્ષા પદકઃ

  • માસ્ટર એન્થોની વનમાવિયા (મરણોત્તર), મિઝોરમ
  • કુ. મેલોડી લાલરેમરુતી (મરણોત્તર), મિઝોરમ
  • સૂરજ આર (મરણોત્તર), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ

ઉત્તમ જીવન રક્ષા પદકઃ

  • સાહિલ બિસો લાડ, ગોવા
  • કુ. કાજલ કુમારી, ઝારખંડ
  • નવીન કુમાર ડી, તેલંગાણા
  • વિનોદ કુમાર, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન
  • હવાલદાર શેરારામ, સંરક્ષણ મંત્રાલય
  • મુકેશ કુમાર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ
  • નરેશ કુમાર, રાષ્ટ્રીય તપાસ એજન્સી

જીવન રક્ષા પદકઃ

  • એમ એસ અનિલ કુમાર, આંદામાન અને નિકોબાર ટાપુઓ
  • જીતમ પરમેશ્વર રાવ, આંધ્રપ્રદેશ
  • સમરજિત બસુમતરી, આસામ
  • સુદેશ કુમાર, ચંદીગઢ
  • જસ્ટિન જ્યોર્જ, કેરળ
  • વિલ્સન, કેરળ
  • પદ્મ થિનલાસ, લદ્દાખ
  • મોહમ્મદ અફઝલ, લદ્દાખ
  • આદિકા રાજારામ પાટીલ, મહારાષ્ટ્ર
  • પ્રિયંકા ભરત કાલે, મહારાષ્ટ્ર
  • સોનાલી સુનીલ બાલોડે, મહારાષ્ટ્ર
  • મારિયા માઈકલ એ, તમિલનાડુ
  • એસ વિજયકુમાર, તમિલનાડુ
  • નરેશ જોષી, ઉત્તરાખંડ
  • અર્જુન મલિક, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન
  • અમિત કુમાર સિંહ, સીમા સુરક્ષા દળ
  • શેરસિંહ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ
  • સોનુ શર્મા, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ
  • અબ્દુલ હમીદ, સંરક્ષણ મંત્રાલય
  • સુનિલ કુમાર મિશ્રા, સંરક્ષણ મંત્રાલય
  • શશિકાંત કુમાર, રેલ્વે મંત્રાલય

જીવન રક્ષા પદક શ્રેણીના પુરસ્કારો એક વ્યક્તિના જીવનને બચાવવા માટે માનવ સ્વભાવના યોગ્ય કાર્ય માટે વ્યક્તિને આપવામાં આવે છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે, સર્વોત્તમ જીવન રક્ષા પદક, ઉત્તમ જીવન રક્ષા પદક અને જીવન રક્ષા પદક. જીવનના તમામ ક્ષેત્રની વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. આ પુરસ્કાર મરણોત્તર પણ એનાયત કરી શકાય છે.

પુરસ્કારમાં (મેડલ, કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા હસ્તાક્ષરિત પ્રમાણપત્ર અને એકસાથે નાણાકીય ભથ્થું) સમાવેશ થાય છે જે પુરસ્કાર મેળવનારને તેના સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/સંસ્થાઓ/રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સમયે આપવામાં આવે છે.

આ પણ વાંચો… Train Schedule Changed: 1 ફેબ્રુઆરીથી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો