Jharkhand ropeway rescue operation update

Jharkhand ropeway rescue operation update: સૌથી ઊંચા રોપ-વેનું રેસક્યુ ઓપરેશન પુરુ થયુ, દુર્ઘટનાના 45 કલાક પછી 46ને બચાવ્યા, 2 ના મોત

Jharkhand ropeway rescue operation update: સોમવારે પણ રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટરમાંથી પડી જવાથી એક યુવકનું મોત થયું હતું

નવી દિલ્હી, 12 એપ્રિલઃ Jharkhand ropeway rescue operation update: ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર રોપ-વે દુર્ઘટનાનો ત્રીજો દિવસ 45 કલાક પછી રેસ્ક્યુ ઓપરેશન પુરૂ થઈ ગયુ. જો કે રેસક્યુ દરમિયાન ફરી દુર્ઘટના થઈ ગઈ. ટ્રોલીમાંથી બહાર કાઢતી વખતે એક મહિલા પડી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સોમવારે પણ રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટરમાંથી પડી જવાથી એક યુવકનું મોત થયું હતું.

ત્રીજા દિવસે 7 કલાક સુધી કામગીરી ચાલી . એરફોર્સ અને આઈટીબીપીના જવાનો હેલિકોપ્ટર દ્વારા 2500 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા છે અને રોપ-વેની ત્રણ ટ્રોલીઓમાં ફસાયેલા 15ને બચાવ્યા છે.ઉંચાઈ અને જોરદાર પવનને કારણે આ સૌથી મુશ્કેલ બચાવ અભિયાન હતુ. બચાવ દરમિયાન એક જવાનને પગમાં ઈજા થઈ હતી. આ પહેલા બે દિવસમાં 46 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ People crossing the road were cut down by the train: ટ્રેન નીચે આવી જતાં છ લોકોના મોત થયા- વાંચો શું છે મામલો?

એક દિવસ પહેલા સોમવારે આર્મી, એરફોર્સ, આઈટીબીપી અને એનડીઆરએફની ટીમોએ 12 કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ત્રણ હેલિકોપ્ટર અને દોરડાની મદદથી 33 લોકોને બચાવવામાં આવ્યા હતા. બચાવ દરમિયાન સેફ્ટી બેલ્ટ તૂટવાને કારણે હેલિકોપ્ટરમાંથી નીચે પડી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. અંધારું અને ધુમ્મસના કારણે ઓપરેશન રદ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર દ્વારા એકની પુષ્ટિ કરવામાં આવી નથી. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.

એરફોર્સ, આર્મી અને એનડીઆરએફની ટીમો વધારાની તકેદારી રાખી રહી છે. ટીમમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે ત્રણ ટ્રોલી ટોચ પર છે. રોપ-વેના વાયરને કારણે લોકો સુધી પહોંચવું મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ Gujarat first tiger safari park: ગુજરાતનો પ્રથમ ટાઇગર સફારી પાર્ક અહીં બનશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.