kapil sharma show

Kapil Sharma found it difficult not to promote The Kashmir Files: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નું પ્રમોશન ન કરવું કપિલ શર્માને પડ્યું ભારે; ચાહકો કરી રહ્યા છે આ માંગણી

Kapil Sharma found it difficult not to promote The Kashmir Files: કપિલ શર્માએ તેમના શો ‘ધ કપિલ શર્મા શો’માં તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રમોટ કરવાની ના પાડી દીધી છે.

મનોરંજન ડેસ્ક: 14 માર્ચ: Kapil Sharma found it difficult not to promote The Kashmir Files: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.દર્શકોથી લઈને વિવેચકો પણ ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. જોકે, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં રહી છે. ફિલ્મ સાથે ‘ધ કપિલ શર્મા શો’ને લઈને પણ વિવાદ જોડાયેલો છે.

વાત એમ છે કે, વિવેક અગ્નિહોત્રીએ થોડા દિવસો પહેલા એવો ખુલાસો કરીને બધા ને  ચોંકાવી દીધા હતા કે કપિલ શર્માએ તેમના શો ‘ધ કપિલ શર્મા શો’માં તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રમોટ કરવાની ના પાડી દીધી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘તેઓએ અમને ત્યાં આમંત્રિત કરવાનો ઇનકાર કર્યો કારણ કે અમારી પાસે કોમર્શિયલ સ્ટાર નથી.’ હવે, નારાજ ચાહકો ‘ધ કપિલ શર્મા શો’નો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

Kapil Sharma found it difficult not to promote The Kashmir Files

જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કર્યા હતા. પીએ મોદીએ ફિલ્મની ટીમને મળીને આ માટે અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ટીમનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ભારતમાં 550 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. જોકે, ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં 12.05 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Kapil Sharma found it difficult not to promote The Kashmir Files: ‘ધ કાશ્મીર ફાઇલ’ ભારતમાં 550 સ્ક્રીનમાં જ્યારે વિદેશમાં 113 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી છે. એટલે કે અન્ય કોમર્શિયલ ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મ બહુ ઓછી સ્ક્રીન પર રિલીઝ થઈ છે. આમ છતાં તેને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવી રહ્યા છે. ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, પ્રકાશ બેલાવાડી, દર્શન કુમાર, ભાષા સુમ્બલી અને પુનીત ઈસાર જેવા કલાકારોએ કામ કર્યું છે.

આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર આધારિત છે જેમને ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા કાશ્મીર ઘાટીમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી છે. તેણે અગાઉ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ અને ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ જેવી ફિલ્મો બનાવી છે.

આ પણ વાંચો..Anupam kher: અનુપમ ખેર કાળા ડ્રેસમાં રસ્તાની વચ્ચે હાથમાં ટોપલી સાથે જોવા મળે છે; જુઓ વિડીયો..

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.