Gold

Gold Seized From Ahmedabad Airport: ડીઆરઆઈની મોટી કાર્યવાહી, 3 પેસેન્જરો પાસેથી આટલા લાખનું સોનું પકડાયું…

Gold Seized From Ahmedabad Airport: દુબઈથી આવેલા 3 પેસેન્જર પાસેથી 39 લાખનું 685 ગ્રામ સોનું પકડાયું

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ Gold Seized From Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર ઘણા સમય પછી સોનાની દાણચોરી શરૂ થઈ છે. ડિરેક્ટોરેટ રેવન્યુ ઓફ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) ની ટીમે રૂ.39 લાખના સોનાની દાણચોરી કરતા ત્રણ કેરિયર પેસેન્જરોની સોમવારે મોડી રાતે અટકાયત કરી હતી. આ સોનું કોને આપવાનું હતું તેમને આ હેરાફેરી કરવા બાદ કેટલું કમિશન મળવાનું હતું. તે દિશામાં ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે રાત્રે એમિરેટ્સની દુબઈથી અમદાવાદની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ ફલાઇટમાં સવાર ત્રણ કેરિયર દાણચોરીનું સોનું લઈને આવતાં હોવાની બાતમી ડીઆરઆઇના અધિકારીઓને મળી હતી. ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા જ અધિકારીઓની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ.

આ ફ્લાઈટમાં આવેલા સલીમ મોહમ્મદ, ફૈઝાન અને મોહમ્મદ રશીદ નામના ત્રણ પેસેન્જરને એરપોર્ટ પર અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. જોકે આ ત્રણેય પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા અધિકારીએ તેમની બેગો પણ ખોલાવી હતી. વધુ પૂછપરછ કરતા ત્રણેય પેસેન્જરો પાસેથી 685 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેનું વેલ્યુએશન કરાતા ભારતીય બજારમાં આ સોનાની કિંમત 39 લાખ થવા જાય છે.

આ ત્રણે પેસેન્જરોની વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કેરિયરોએ અમદાવાદ એરપોર્ટના પ્રથમ વખત ઉપયોગ કર્યો છે. જો આ ફેરાફેરીમાં સફળ જાત તો તેઓ બીજી ટ્રિપ પણ કરવાના હતા. અમદાવાદ એરપોર્ટ પર પહેલી ટ્રિપમાં જ પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો…. Piranha dumping site: પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ, 35 એકર જમીન ખુલ્લી કરાઇ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો