Lalbaugcha Raja

Lalbaugcha Raja: લાલબાગના રાજાને માત્ર ત્રણ દિવસમાં મળ્યો આટલા કરોડનો પ્રસાદ, રકમ સાંભળીને તમે પણ ચોંકી જશો…

Lalbaugcha Raja: અત્યાર સુધીમાં 1,59,12,000 રૂપિયાથી વધુની રકમ દાન તરીકે આપવામાં આવી

મુંબઈ, 23 સપ્ટેમ્બરઃ Lalbaugcha Raja: હાલમાં દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે ગણપતિ ઉત્સવનો સમય છે, ત્યારે મહારાષ્ટ્રના પ્રખ્યાત લાલબાગ રાજાના દરબારનો ઉલ્લેખ ન કરી એ અશક્ય છે.

મુંબઈના લાલબાગના રાજાના દરબારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સાથે ભક્તો પણ પોતાના બાપ્પાના ચરણોમાં ભારે પ્રસાદ ચઢાવી રહ્યા છે. હવે લાલ બાગના રાજાને અત્યાર સુધી મળેલા પ્રસાદનો ડેટા સામે આવ્યો છે. ચાલો જાણીએ અત્યાર સુધી ભક્તોએ કેટલો પ્રસાદ ચઢાવ્યો.

ગણપતિ ઉત્સવ દરમિયાન મુંબઈના લાલબાગના રાજા દ્વારા મળેલ પ્રસાદ જાણવા માટે દાન પેટી ખોલવામાં આવી હતી. જ્યારે દાનપેટીમાં રાખવામાં આવેલા પૈસાની ગણતરી કરવામાં આવી ત્યારે દાનની રકમ 1.50 કરોડને પાર કરી ગઈ હતી.

ગણપતિ મંડળના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 1,59,12,000 રૂપિયાથી વધુની રકમ દાન તરીકે આપવામાં આવી છે. તેઓને તહેવારના ત્રીજા દિવસે 56, 50,000 રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. પ્રથમ દિવસની સરખામણીએ ત્રીજા દિવસે મંડળને રોકડમાં વધુ દાન મળ્યું હતું.

દર્શન કરવા દેશ-વિદેશમાંથી લાખો લોકો આવે છે

ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો ભક્તિમાં મગ્ન રહે છે અને લાલબાગના રાજાને ઘણું સોનું અને ચાંદી ચઢાવે છે. લાલબાગના રાજાના ગણપતિ મંડળે જણાવ્યું છે કે, ગણપતિની મૂર્તિને દાનમાં 879.53 ગ્રામ સોનું અને 17, 534 ગ્રામ ચાંદીનો પ્રસાદ પણ મળ્યો છે.

તમને જણાવી દઈએ કે 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ગણેશ ચતુર્થી 28 સપ્ટેમ્બર સુધી દેશભરમાં સમાન ધામધૂમથી મનાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન લાલબાગના રાજાને મળતો પ્રસાદ વધુ વધી શકે છે.

આ પણ વાંચો… Ramesh Bidhuri Controversy: ભાજપના સાંસદ રમેશ બિધુરીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ, જુઓ Video…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો