kisan andolan 5

જીંદમાં ખેડૂત મહાપંચાયત (Mahapanchayat)નો સ્ટેજ તૂટ્યો, જુઓ વીડિયો

ખેડૂતોની મહાપંચાયત(Mahapanchayat)માં રાકેશ ટૈકેત પણ રહ્યાં હતા હાજર, જો કે કોઇને જાનહાનિ થઇ નથી..!

kisan andolan 5

નવી દિલ્હી, 03 ફેબ્રુઆરીઃ હરિયાણાના જિંદમાં ખેડૂતોની મહાપંચાયત (Mahapanchayat)મળી છે. જેમા ત્રણેય કાયદાને પરત લેવા ઉપરાંત 26મી જાન્યુઆરીએ જેમની ધરપકડ કરવામાં આવી તેમને છોડવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. મહાપંચાયત(Mahapanchayat)માં કિસાન આંદોલનની આગળની દિશા અને દશા નક્કી કરવામાં આવી છે. જિંદની મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હાજરી આપી હતી.

દિલ્હીમાં ખેડૂત આંદોલન વધારે ઉગ્ર બનાવની તૈયારીમાં છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ ખેડૂત આંદોલન અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, કૃષિ કાયદાથી ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે.

હરિયાણાના જિંદમાં આયોજીત ખેડૂતોની મહાપંચાયત(Mahapanchayat)માં ખેડૂત નેતા રાકેશ ટિકૈત મંચ પર સંબોધન માટે પહોંચ્યા ત્યારે દુર્ઘટના ઘટી હતી. મંચ પર નક્કી કરાયેલી સંખ્યા કરતા વધુ લોકો હોવાના કારણે મંચ ધરાશાયી થયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

જિંદમાં ખેલ સ્ટેડિયમમાં આ મહાપંચાયત(Mahapanchayat) યોજાઇ રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટવાના છે તેને ધ્યાને રાખી ત્રણ એકરમાં પાર્કીંગની વ્યવસ્થા કરાઇ છે. આ મહાપંચાયતમાં હરિયાણા ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો ભાગ લઇ રહ્યા છે. જિંદ બાદ રોહતકના ખટકડ ટોલ પર ટિકૈત ખેડૂતોને સંબોધવાના છે. આ માટે અહી ખાસ મંચ બનાવાયુ છે. અહી ટિકૈતને પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, હરિયાણાના જીંદમાં ચાલી રહેલા મહાપંચાયત(Mahapanchayat)માં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે, જેમાં કાયદા પરત લેવા, MSP, ખેડૂતો પર દાખલ કરવામાં આવેલ કેસ પરત લેવાની માંગ કરવામાં આવી છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ આ દરમ્યાન મંચ પર હાજર હતા.

આ પણ વાંચો…

Corona vaccine:ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નહીં